મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મજુરી કામ માટે આવેલા પર પ્રાંતીય શ્રમિક પરિવારની એક સગીરવયની દીકરીનું ધર્મેન્દ્ર પુનમસિંગ મેડા નામનો શખ્સ અપહરણ કરી લઇ ગયો હતો બાદમાં ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં સગીરા સાથે શારીરિક સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું બનાવ અંગે સગીરાના પિતાએ આરોપી ધર્મેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી અને તેના આધારે પોલીસે આઈપીસી 363 ,366 ,376 (2)એન તેમજ 376 (૩) અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોધી તેની ધરપકડ કરી હતી બાદમાં તેને મોરબી જિલ્લા જેલ હવાલે કર્યા હતા તમામ તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે ચાર્જ સીટ ફાઈલ કરતા કેસ સ્પેશ્યલ પોક્સો કેસમાં ટ્રાન્સફર કર્યા હતા કેસમાં ભોગ બનનાર તરફથી સરકારી વકીલ સંજય સિંહ દવે અને નીરજ ડી કારિયા રોકાયા હતા અને આરોપી દ્વારા કરેલા ગુનાની સાબિતી માટે 12 મૌખિક પુરાવા તેમજ ૩૩ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા
કોર્ટે બચાવ પક્ષની પણ દલીલો સાંભળી હતી અને આધાર પુરાવા સાથે આરોપી ધર્મેન્દ પુનમસિંગ મેડાને અલગ અલગ કલમ હેઠળ દોષિત જાહેર કરાયો હતો અને સજા ફટકારી હતી.આઈપીસી 363 હેઠળ ગુનેગાર સાબિત થતા પોક્સો કોર્ટના જજ 5 વર્ષની કેદ અને 5 હજારનો દંડ આ સિવાય આઈપીસી 366 ગુનેગાર જાહેર કરી 7 વર્ષની કેદ અને 7 હજારનો દંડ ફટકાર્યો હતો, આ ઉપરાંત376 (2)એન તેમજ 376 (૩) અને પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની કેદ રૂ 20 હજારનો દંડ ફટકાર્યો હતો
કોર્ટ દ્વારા ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ 3 લાખ તેમજ રૂ 32 હજાર દંડ એમ કુલ ૩,32,000 જેટલી રકમ ચુકવવા અને જો આરોપી દંડ ન ભરે તો રૂ ૩ લાખ ચુકવવા હુકમ કર્યો હતો

