માળીયા તાલુકાના અણીયારી પાસે આવેલી શ્રી પેટ્રો કેમિકલ ફેક્ટરીમાં આવેલી મશીનરીમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. જેથી કરીને હળવદ નગરપાલિકાની ટીમને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. જેથી કરીને હળવદની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી મોટું નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે. આ આગ બૂઝવવામાં હળવદ નગરપાલિકાના ફાયર વિભાગના રોહિતભાઈ સહિત કર્મચારીઓ જોડાયા હતા.

