HomeGujaratમાળિયાના નવાગામમાંથી હથીયાર સાથે એક શખ્સ ઝડપાયો

માળિયાના નવાગામમાંથી હથીયાર સાથે એક શખ્સ ઝડપાયો

માળિયા મિયાણા તાલુકાના નવાગામની સીમમાં એક શખ્સ સાથે ફરતા હોવાની મોરબી એસઓજીની ટીમને બાતમી મળી હતી બાતમી આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો અને એક શખ્સને ઝડપી લીધો હતો અને તેની પાસેથી લાયસન્સ વિનાની બંદુક કબજે કરી હતી આરોપી અને હથીયાર માળિયા મિયાણા પોલીસ હવાલે કરી તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

બનાવ મળતી માહિતી મુજબ મોરબી એસઓજીના એ એસઆઈ કિશોરદાન ગઢવી અને ફારુકભાઈ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે માળિયા મિયાણા તાલુકાના નવા ગામમાં સીમમાં એક શખ્સ ગેરકાયદે હથીયાર સાથે ફરતો હોય આ બાતમી આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યા હતા અને આમદ રસુલભાઈ જેડાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂ 2000ની કિમતની જામગરી બંધુક સાથે ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW