વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું- “ભારતીય નાગરિકો કે જેઓ પાછા ફરવા ઇચ્છે છે તેમના ઇઝરાયેલથી પરત ફરવાની સુવિધા માટે ઓપરેશન અજય શરૂ કરી રહ્યા છીએ. વિશેષ ચાર્ટર ફ્લાઇટ્સ અને અન્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. વિદેશમાં ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ”.પ્રથમ ફ્લાઈટ આજે ઇઝરાયેલના પાટનગર તેલ અવીવથી રવાના થશે.
ઈઝરાયેલમાં ભારતીય રાજદૂતે કહ્યું કે પ્રથમ ફ્લાઈટમાં રજીસ્ટર્ડ લોકોની માહિતી ઈમેલ કરવામાં આવી છે. અન્ય રજિસ્ટર્ડ લોકોની માહિતી આગામી ફ્લાઇટ માટે મોકલવામાં આવશે. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, હાલમાં ઇઝરાયેલમાં હાજર તમામ ભારતીયો સુરક્ષિત છે.

