વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામના સર્વે નંબરમાથી પસાર થતી ઢાંકી – સુરેન્દ્રનગર થી હડાળા -રાજકોટ જતી GWIL નર્મદાની પીવાના પાણીની પાઇપ લાઇનમાથી પાણીનુ કનેકશન લીધુ હોય આઠેક દિવસ પહેલા પાણી પુરવઠા સુરેન્દ્રનગર માં અગીયાર માસના કરાર આધારીત લાઈનમેનનું કામ કરતા સુમાર ઉર્ફે સમીર નુરમામદભાઇ જુણેજા તેમજ ધરતી એન્જીનીયરીંગ નામની પેઢીમાં મેન્ટેન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હિરેનભાઇ ઉર્ફે બાપુ ચંદુભાઇ કોટડીયા સાથે મળી ફરીયાદીને બોલાવ્યા હતા અને પાણીના બન્ને કનેકશન દુર કરાવી દેવા જણાવ્યુ હતું બાદમાં અવાર નવાર અ બાબતને લઇ રૂબરૂ બોલાવી ફરીયાદી તેમજ તેમના પાડોશીને બન્ને પાણીના કનેકશન બાબતે તેઓ ઉપર કેસ કરી બન્નેને દસ – દસ લાખનો દંડ કરાવશે તેવી દાટી મારી હતી તેમજ તેમના પર જમીન ઉપર બોજો આવશે તેવી બીક બતાવી બન્ને આરોપી સાથે મળી કેસ નહી કરવાના પ્રથમ બન્ને વચ્ચે રૂ.૧,૫૦,૦૦૦/-ની માંગણી કરી રકજકના અંતે એકના રૂ.૫૦,૦૦૦ લેખે બન્નેના રૂ. ૧,૦૦,૦૦૦ આપવાનુ કહી બાદ ફરીયાદીને આ બન્ને આરોપી અવાર નવાર ફોન કરી બોલાવી ફરીયાદીના મિત્રનો પણ વહીવટ કરાવી દેવા દબાણ કરી ફરીયાદી પાસે લાંચ ની માંગણી કરતા હતા પરંતુ તેઓ લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ મુજબ એસીબીની ટીમે લાંચના છટકાનુ આયોજન કર્યું હતું. આ કામના આરોપીઓ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી લાંચના નાણા રૂ.૪૦,૦૦૦ લેવા પહોચ્યા હતા જેવા તેઓએ આ રૂપિયા મેળવ્યા કે તુરત એસીબીએ બન્ને આરોપી સુમાર ઉર્ફે સમીર નુરમામદભાઇ જુણેજા , હિરેનભાઇ ઉર્ફે બાપુ ચંદુભાઇ કોટડીયાને રંગે હાથ ઝડપી લીધા હતા બનાવ અંગે મોરબી એસીબી પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

