HomeGujaratમોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સીટનો ફાઈનલ રીપોર્ટ હાઈકોર્ટમાં રજુ, ઓરેવા કંપની સંપૂર્ણ...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સીટનો ફાઈનલ રીપોર્ટ હાઈકોર્ટમાં રજુ, ઓરેવા કંપની સંપૂર્ણ જવાબદાર ઠેરવી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ જેટલો સમય થવા આવ્યો હતો. 135 લોકોનો ભોગ લેવાની ઘટનામાં જે તે સમયે રાજ્ય સરકાર દ્વારા તાત્કલિક એસઆઈટીની નિમણુક કરી હતી અને તપાસ શરુ કરાવી હતી બીજી તરફ હાઈકોર્ટ દ્વારા પણ સુઓ મોટો લેવામાં આવ્યો હતો અને તેની ડે ટુ ડે સુનાવણી હાથ ધરી હતી, છેલ્લા કેટલાક મહિના થી રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ એસઆઈટી દ્વારા કામમાં ઢીલાસ દાખવી રીપોર્ટ રજુ કરવામાં ન આવતા હાઈકોર્ટે સરકારનો પણ ઉધડો લઇ લીધો હતોં રીપોર્ટ રજુ કરવા બે સપ્તાહની અંતિમ તક આપી હતી. આજે સીટ દ્વારા તૈયાર કરવામાં આવેલા અંતિમ રીપોર્ટને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો ખુદ પીડિત પરિવારને પણ તેની કોપી આપવામાં આવી છે

સીટ દ્વારા તેમના રીપોર્ટમાં ઓરેવા કંપનીને ઘટના માટે સંપૂર્ણ જવાબદાર ગણાવી છે આ ઉપરાંત બ્રિજના રીપેરીંગ કામ કરનાર દેવ પ્રકાશ સોલ્યુશનના સંચાલકોને પણ આ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે આ અકસ્માત નહી પણ હત્યાજેવું કૃત્ય ગણાવ્યું હતું

30 ઓકોત્બરના રોજ બનેલી આ ઘટનામાં 21 બાળકો યુવાનો સહીત 135 લોકોના મોત થયા હતા તો અનેક લોકોને સામાન્યથી લઈ ગંભીર ઈજા પણ પહોચી હતી જે તે સમયે 10 લોકોને ધરપકડ કરી તેમના વિરુદ્ધ ચાર્જ સીટ ફાઈલ કરવામાં આવી હતી બાદમાં ત્રણ સિક્યુરીટી ગાર્ડ અને ટીકીટ કલાર્કને પણ જામીન આપવામાં આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW