મોરબી શહેરના નેશનલ હાઇવે પર થી લખધીરપર રોડ તરફ જવાના રસ્તે આવેલા ઓરલ સ્પામાં ગેરકાયદે દેહ વ્યાપારનો વ્યવસાય ચાલતો હોવાની બાતમી મોરબી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે એલસીબીએ એક ડમી ગ્રાહક મોકલ્યો હતો જ્યાં બનાસકાંઠા જિલ્લાના વકતાપુરની વતની જાનીસાર ફકીરભાઇ મીર નામની 21 વર્ષીય યુવતી બહારથી મહિલાઓને બોલાવી કૂટણ ખાનું ચલાવતી હોવાનું સામે આવ્યું હતું જેથી એલસીબીએ તુરત દરોડો પાડ્યો હતો અને સ્પામાંથી રૂ ૪૫૦૦ રોકડ મોબાઈલ તેમજ કોન્ડમ સહિત રૂ ૯૫૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ બાદ મોરબી એલસીબીએ જાનીસાર ફકીરભાઇ મીર તેમજ સ્પાના સંચાલક સ્પામાલીક-જાહીદશા હુશેનશાશામદાર તેમજ સ્પાસંચાલક-ઇરફાનભાઇ બસીરભાઇ સીંધી.વિરુદ્ધ તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

