HomeGujaratમોરબીના રવાપરમાં આડેધડ બાંધકામનો મુદો હાઈકોર્ટમાં પહોચ્યો,95 જેટલા સર્વે નંબરની ઈમારત ગેરકાયદે...

મોરબીના રવાપરમાં આડેધડ બાંધકામનો મુદો હાઈકોર્ટમાં પહોચ્યો,95 જેટલા સર્વે નંબરની ઈમારત ગેરકાયદે હોવાનો દાવો

મોરબી તાલુકાના અડીને આવેલા ગ્રામ પંચાયતમાં દિન પ્રતિદિન બહુમાળી ઈમારતના બાંધકામ થઇ રહ્યા છે. તેમાં પણ મોરબીનું રવાપર ગામ તો જાણે એક મહાનગરપાલિકા બની ગઈ હોય તેમ દિન પ્રતિદિન બાંધકામ નિયમ નેવે મૂકી આડેધડ બાંધકામ ખડકાઈ રહ્યા છે.અવાર ભૂકંપ ઝોન 4 નો વિસ્તાર હોવા છતાં નિયમ નેવે મૂકી 12 -13 માળ સુધીની બહુમાળી ઈમારતો ખડકાવવાના અનેક વખત આક્ષેપ થઇ રહ્યા છે. તો ફાયર સેફટીના પણ નિયમનો ભંગ કરવામાં આવ્યા પણ આક્ષેપ થયા છે આ આક્ષેપ બાદ હવે અ મુદો હાઈકોર્ટ સુધી પહોચવા લાગ્યા છે તાજેતરમાં એક અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રવાપર ગામમાં નિયમ વિરુદ્ધ ખડકાઈ રહેલા બાંધકામ મુદે કોર્ટમાં પહોચ્યા છે
અરજદાર દ્વારા કોર્ટમાં દાવો કર્યો છે કે આ આ ગામ પાસે ફાયર સેફટી ને લગતી સુવિધા નથી મોરબી નગર પાલિકા પાસે વધુમાં વધુ 3 માળ સુધી આગ પહોંચે તેટલા જ ફાયરનાં સાધનો હોવાનો અરજદારે આક્ષેપ લગાવ્યો છે,  હાઈરાઈઝ મકાનમાં આગ લાગે તો પણ લોકોને જીવનું જોખમ હોવાનો અરજદારનો આરોપ છે.રવાપરામાં 95 થી વધુ સરવે નંબર પર થયેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવા હાઇકોર્ટમાં માંગ કરવામાં આવી અરજદાર દ્વારા પંચાયતના હાલના સરપંચ તેમજ પૂર્વ સરપંચ દ્વારા નિયમ નેવે મૂકી સત્તા ન હોવા છતાં બાંધકામને મંજુરી આપી હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે
આ મામલે હાઇકોર્ટે પણ ગંભીરતાથી લેતા કડક શબ્દોમાં તંત્રની જાટકણી કાઢતા નોધ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં જમીન બિન ખેતીની બની જાય તો શું આડેધડ બાંધકામોને છૂટ આપી દેવાની? ગ્રામીણ વિસ્તારમાં બાર બાર માળની ઇમારતો ઉભી કરવાની પરવાનગી કઈ રીતે આપી શકાય?  ગ્રામ્ય વિસ્તારમાં કંઈ રીતે આટલા મોટા બાંધકામને મંજૂરી મળી શકે? તેવા પણ આકરા સવાલ કર્યા હતા સાથે સાથે આ મામલે 16 ઓકટોબરના વધુ મુદત નક્કી કરવામાં આવી છે. વધુ સુનવણી આવનારી મુદતમાં હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW