મોરબી જીલ્લામાં ભાદરવા મહિનામાં થયેલા ઓચિંતા વરસાદને કારણે મોરબી જિલ્લાના મોટા ભાગના તાલુકામાં ફાયદો થવાના બદલે નુકશાન થવાની ફરિયાદો ઉઠવા લાગી છે ગ્રામ્ય વિસ્તારમાં કપાસના પાકમાં સુકારાનો રોગ લાગી ગયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ટંકારાના અનેક ગામમાં છેલ્લા વરસાદે ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. વરસાદ પહેલા ખેડૂતોને સારા પાકની આશા હતી પરંતુ એ હવે ઠગારી નીવડી છે. કારણ કે અચાનક વરસાદ બાદ અચાનક આકરા તડકાના કારણે લીલોછમ કપાસ હવે સુકાઈ રહ્યો છે સુકારાના લીધે અનેક ગામમાં ખેડૂતોએ મહામહેનતે ઉગાડેલ કપાસ તેમની નજર સામે જ સુકાઈ રહ્યો છે જેથી ખેડૂતોને મોટી નુકશાની સહન કરવી પડે એવી સ્થિતિ છે
ટંકારા તાલુકા ના મેઘપર ( ઝાલા ) ગામમાં અનેક ખેતરોમાં સુકાઈ ગયેલ કપાસ નજરે ચડ્યા હતા છેલ્લા વરસાદ બાદ આ લીલાછમ કપાસમાં અચાનક જ સુકારાનો રોગ લાગુ પડ્યો છે આવી જ સ્થિતિ નાના ખીજડીયા , નસીતપર , રામપર , વાઘગઢ સહિતના મોરબી અને ટંકારા તાલુકાના ગામોમાં પણ જોવા મળી ખેડૂતો એ કપાસ માં ખુબ મોટા ખર્ચ કર્યા છે પરંતુ હવે ખેડૂતોને કાઈ ફાયદો થાય એવી શકયતા નહીવત છે. કપાસના પાક ઉભા સુકાઈ રહ્યા છે તેથી ખેડૂતોને માથે ઓઢી ને રોવાનો વારો આવ્યો છે મેઘપર ઝાલા ગામે તો સિંચાઈ માટે પાણી પણ નથી ત્યારે આ ગામની અંદાજીત ૫ હજાર વીઘા જમીન માં સુકાઈ રહેલા પાકએ ખેડૂતો ની ચિંતા વધારી છે. આવી જ સ્થિતિ મોરબી વાંકાનેર અને માળિયા મિયાણા અનેક્ ગામમાં છે જ્યાં પાકને સુકારો લાગવા લગતા કપાસનો વિકાસ રૂંધાઇ ગયો છે જેના કારણે ઉત્પાદનમાં મોટા પાયે નુકશાન થવાની ભીતિ વ્યક્ત કરી છે.
સુકારાની બીમારીથી નુકશાન ખેડૂતો જણાવી રહ્યા છે જે એ વીઘા દીઠ મોટા ખર્ચ કર્યા છે જેમાં બિયારણ ખાતર ઉપરાંત મજૂરોને આપેલા પગાર તેમના ખર્ચ, વિજળી બીલ સહિતના અનેક ખર્ચ બાદ હવે આ રોગે તેમના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે હવે છેલ્લા વરસાદ બાદ કપાસ ના પાક માં ખાસ નુકશાની જોવા મળી રહી છે ઉભો પાક સુકારા ને લીધે સુકાઈ રહ્યો છે અને તેથી જ હવે કપાસનું ઉત્પાદન મળે એવી શક્યતા નહીવત છે ખેતમજુરો અને ખેડૂતો ને પોતાના ઘરખર્ચ ક્યાંથી કાઢવા એ પણ મોટી સમસ્યા છે ત્યારે સરકાર સર્વે કરાવી ને નુકશાની નું વળતર આપે એવી વિનંતી ખેડૂતો કરી રહ્યા છે
આમ તો ટંકારા પંથક ના કેટલાય ગામમાં સિંચાઈની સગવડ છે જે કદાચ શિયાળુ પાક લઈને આ નુકશાની માંથી થોડા બેઠા થવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તો કેટલાય ગામ એવા છે જ્યાં હજુ સુધી સિંચાઈની સુવિધા પહોચી શકી નથી ત્યાં માત્ર ચોમાસું ખેતી જ થયા છે ખેડૂતો વરસાદ આધારિત ખેતી માટે મજબુર છે. હવે ચોમાસું વિદાય લઇ લેતા વરસાદની કોઈ સંભાવના નથી તો આવા ગામો સુધી સિંચાઈ ની વ્યવસ્થા ન હોવાથી હવે શિયાળુ પાક પણ લઇ શકે તેવી સ્થિતિ નથી. [પાછોતરા વરસાદથી કપાસને ફાયદો થવાની આશ હતી પણ પાક સુકાઈ રહ્યા છે જેના લીધે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. સારા ઉત્પાદન ની આશા સદંતર ઠગારી નીવડી છે ત્યારે કુદરત ના આ કોપ વચ્ચે ખેડૂતો માટે સરકાર ની સહાય જ એક તારણહાર બની શકે તેમ છે
બે સપ્તાહ પહેલા થયેલા વરસાદથી અમને એવી આશા હતી કે પિયતનું પાણી મળતા પાકને ફાયદો થશે પરંતુ પાછોતરા વરસાદથી ફાયદો થવાના બદલે નુકશાન થયું છે આમારા ખેતરમાં ઉભા પાકમાં સુકારો લાગી ગયો છે જેના કારણે કપાસના છોડ અમારી નજર સામે સુકાઈ રહ્યા છે અમે એક વીઘાએ 35 હજાર આસપાસ ખેતર ખેડવાથી લઇ બિયારણ,ખાતર, દવાઓ ઉપરાંત મજુરી સહિતના અનેક ખર્ચ ગણતા લગભગ વીઘે 35 હજાર જેટલો ખર્ચ થયો હતો હવે આ નુકશાન થવાથી અમારો ખર્ચ પણ અમને પાછું મળે તેમ નથી આમારા ગામમાં સિંચાઈની પણ કોઈ સગવડ નથી કે અમે ફરીથી વાવેતર કરી શકીએ જેથી સકરાર જેથી સરકાર અમારી સામે જુએ અને વહેલી તકે સર્વે કરાવી વળતર ચૂકવે અથવા આમારા ગામ સુધી સિંચાઈનું પાણી પહોચાડે તેવી માંગણી છે તેમ દેવેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા મેઘપર ઝાલા એ જણાવ્યું હતું
મારે 40 વીઘા જમીન અને બીજાની 40 એમ કુલ 80 વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું અને પાછોતરા વરસાદથી અમને સારો એવો કપાસ થવાની આશા હતી પરંતુ વરસાદના કારણે અમારી આશા પર પાણી ફરી વળ્યું છે અમે દવા અને બિયારણ પર અંદાજીત 2 લાખ કરતા વધારે ખર્ચ કર્યો હતો આ સિવાય ખેત મજૂરો પર કરેલા ખર્ચા, અને અન્ય નાના મોટા ખર્ચ પણ થયા હતા જોકે હવે નીકળે તેમ નથી અહી સિંચાઈ માટે પાણી પણ નથી જેથી બીજું વાવેતર કરી નુકશાન ઘટાળી શકાય જેથી ખેડૂતોને વહેલી તકે સરકાર સર્વે કરાવી થયેલા નુકશાનનું વળતર ચુકવે તેવી માંગણી છે તેમ
રવુભા દોલુભા ઝાલા

