રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના માર્ગદર્શન નીચે ચાલતા ભારત વિકાસ પરિષદની મોરબી જિલ્લાની શાખા વિદ્યાર્થીઓ માટે ભારત કો જાનો જિલ્લા કક્ષાની કવિઝ કોમ્પિટિશન આયોજન નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મોરબીની વિવિધ શાળાના છાત્રો જોડાયા હતા જેમાંથી મોરબીની માધાપરવાડી કન્યા શાળાની વંદના હંસરાજ પરમાર અને હેન્સી દિલીપભાઈ પરમાર જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાઈ થયેલ હોય વિદ્યાર્થીનીઓએ વેદ વ્યાસજીના પિતાજીનું નામ શું હતું? ચેટીચાંદ કયા સંતની સ્મૃતિમાં ઉજવાય છે? શ્રીકૃષ્ણના શંખનું નામ શું હતું? ચાણક્યનું મૂળ નામ શું હતું? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવું કોને કહ્યું હતું? ભારતની કઈ સંસ્થાએ એકીસાથે 104 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કર્યું હતું? ભારતનો મુદ્રાલેખ કયો છે? વગેરે જેવા પ્રશ્નોની કવિઝ કોમ્પિટિશનમાં ધો.6 થી 8 ના વિભાગમાં હેન્સી પરમાર અને વંદના પરમારે સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી પ્રાંત કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થતા અને શાળાનું ગૌરવ વધારવા બદલ માધાપરવાડી શાળા પરિવાર તરફથી બંને બાળાઓને અભિનંદન પાઠવ્યા છે,કોમ્પિટિશનમાં ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ ડો.જયેશ પનારા અને હિંમતભાઈ મારવણીયા મંત્રી તેમજ પ્રકલ્પ સંયોજક હિરેનભાઈ ધોરિયાણી આચાર્ય રવાપર તાલુકા શાળા અને રાવતભાઈ કાનગડ આચાર્ય લખધીરનગર પ્રાથમિક શાળા દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શાળા કક્ષાએ જયેશભાઈ અગ્રાવતે બંને બાળાઓને જરૂરી સાહિત્ય પૂરું પાડ્યું હતું અને ક્વીઝ કોમ્પિટિશનમાં બાળાઓ સાથે જિલ્લાકક્ષા સુધી જોડાયા હતા.

