HomeGujaratમોરબીના ભૂલી પડેલી તરુણીનું 181 ની ટીમે પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું

મોરબીના ભૂલી પડેલી તરુણીનું 181 ની ટીમે પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું

મોરબીની 181 મહિલા અભિયમની ટીમને ગત.તા.26 ના રોજ કોલ આવ્યો હતો  કે 16 વર્ષની આસપાસની ઉંમરની  એક દીકરી  એકલી મળી આવેલ છે અનેતેના પરિવારથી વિખૂટી  પડી ગયેલ હોય તેવું લાગે છે માટે મદદની જરૂર છે  જે બાદ 181 ટીમના ના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ દિપ્તીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે દીકરી સુધી પહોંચે સૌપ્રથમ તે દીકરીને સાંત્વના આપેલ ત્યારબાદ દીકરી નું કાઉન્સલિંગ કરતા તેણી એ જણાવ્યુ હતું કે તે રાજસ્થાનના વતની  હોય અહીંયા તેઓ કંપનીમાં કામ કરવા માટે આવેલ હોય ત્યારબાદ દીકરીને સલાહ સુચન માર્ગદર્શન આપી તેમના ઘરનું સરનામું જણાવવા માટે જણાવેલ તો તેમણે તેવો રાજસ્થાન ના હોય તેવું જણાવતા તેમના માતા પિતા નું ફોન દ્વારા કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેમની દીકરી ઘરેથી કહ્યા વગર અચાનક નીકળી ગયેલ હોય તેઓ પણ તેમની દીકરીને ક્યારના શોધતા હોય તેમની દીકરીને સમજાવે કે હવે પછી માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળે નહીં અને તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા તેમના માતા પિતાને તેમની દીકરીનું ધ્યાન રાખવા માટે જણાવેલ તેમજ તેમના માતા-પિતા તેમની દીકરીને લેવા આવવા માટે જણાવતા લાંબા ગાળાનું કાઉન્સલિંગ તેમજ આશ્રય ની જરૂર હોવાથી તેના પરિજનો પહોંચે નહિ ત્યાં સુધી સુરક્ષીત  આશ્રય અપાવવામાં આવ્યોતરુણી ના પરિવારે 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW