HomeGujaratમોરબીના નાની વાવડીમાં રહેણાંક મકાનના તાળા તૂટ્યા 1.39 લાખનો મુદામાલની ચોરી

મોરબીના નાની વાવડીમાં રહેણાંક મકાનના તાળા તૂટ્યા 1.39 લાખનો મુદામાલની ચોરી

મોરબીના નાની વાવડી ગામમાં આવેલા સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા બીપીન લાભશંકર મહેતા નામના યુવકના ઘરમાં ગત 6 સપ્ટેમ્બરની મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી બેડ રૂમમાં પ્રવેશ કર્યો હતો હતો લોખંડના પલંગની બાજુમાં આવેલ કબાટના નીચેના ખાનામાં રાખેલ પતરાની પેટીનો નકુચો તોડી પેટીમાં એક કાપડની થેલીમાં રાખેલ બોક્સમાંથી સોનાનો ચેઇન પેન્ડલ સાથેનો આશરે બે તોલા વજનનો તથા એક સોનાનો હાર તથા તેની બુટ્ટીની જોડી-૧ આશરે ત્રણ તોલા વજન આમ કુલ પાંચ તોલા વજનના રૂ 1.24 લાખની કિમતના દાગીના તથા કબાટમાં તેમજ પલંગ ઉપર પડેલ ગાદલાની નીચે કુલ રોકડ રૂપીયા 15000 મળી કુલ 1.39 લાખના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે બિપીનભાઈએ મોરબી તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW