HomeGujaratમોરબીમાં જર્જરિત ઈમારતનો ભાગ તૂટી પડ્યો તેમ છતા પાલિકા માત્ર નોટીસ આપી...

મોરબીમાં જર્જરિત ઈમારતનો ભાગ તૂટી પડ્યો તેમ છતા પાલિકા માત્ર નોટીસ આપી છટકી ગઈ

મોરબી શહેરના અનેક વિસ્તારમાં જર્જરિત ઈમારતો મોત બનીને ઝળુંબી રહી છે અવાર નવાર પાલિકામાં આ મુદે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે તો કેટલીય વાર ઇમારતોનો જર્જરિત ભાગ તૂટી પડવાની ઘટના બનતી હોવા છતાં પાલિકાને જાણે માનવ જિંદગીની કોઈ કિમત જ ન હોય તેમ ક્યારેય નક્કર પગલા લેવાનું સુજતુ નથી ભૂતકાળમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં જર્જરિત ઈમારતના ભાગ તૂટી પડી હોવાની ઘટના બની છે જેનું સૌથી તાજું ઉદાહરણ માધાપર વિસ્તારમાં જોવા મળ્યું હતું જ્યાં ત્રણ ચાર દિવસ પૂર્વે મંગળવારે ઈમારતનો જોખમી ભાગ તૂટીને નીચે પાડ્યો હતો સદનસીબે અહી દુકાન બંધ હોવાથી તેમજ વરસાદી વાતાવરણ હોવાના કારણે અવર જવર ન હોવાથી કોઈ જીવ ગયો ન હતો પરંતુ પાલિકા પણ જાણે એક પણ જર્જરિત ઈમારત ગમે તેટલી જોખમી હોય તેને તોડી પાડવા કે જોખમી ભાગ દુર ન કરાવવાના સમ ખાધા હોય તેમ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી દર વખતે માત્ર નોટીસ આપી સંતોષ માની લેવાનો અને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવાની ટેવ પડી ગઈ છે

ભૂતકાળમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના બની તે વખતે પણ પાલિકાએ પોતાની માલિકીનો બ્રીજ હોવા છતાં તે ક્યારે રીપેર થઇ ગયો અને ક્યારે તૂટી પડયો તે વિશે જાણકારી ન હોવાનું કહી હાથ ખંખેરી લીધા હતા આમ અવારનવાર પોતાની જવાબદારીમાંથી ભાગતું તંત્ર હજુ કેટલા લોકોનો ભોગ લેવા માંગે છે તે સૌથી મોટો સવાલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW