HomeGujaratમોરબીના આમરણ ચોવીસીમાં વધુ પડતો વરસાદ થતા કપાસના પાકમાં વ્યાપક નુકશાની ભીતિ 

મોરબીના આમરણ ચોવીસીમાં વધુ પડતો વરસાદ થતા કપાસના પાકમાં વ્યાપક નુકશાની ભીતિ 

મોરબી જિલ્લામાં થયેલા વરસાદને પગલે થયેલ અનેક ખેતરમાં મોટા પાયે પાણી ભરાયા છે જેના કારણે કેટલાય વિસ્તારમાં પાકને નવજીવન મળ્યું છે તો આમરણ ચોવીસી પંથકમાં નુકશાનીના સમાચાર મળવા લાગ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં વધુ પ્રમાણમાં પાણી ભરાતા કપાસ સહિતના પાકમાં નુકશાનીની ફરિયાદ ઉઠી છે અને ખેતીવાડી વિભાગ પાસે વહેલી તકે સર્વે કરાવવામાં આવે તેવી માંગણી પણ ઉઠવા લાગી છે 
 
મોરબી જિલ્લામાં આમરણ ચોવીસી ગામોના ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વખત આવ્યો છે. જેમાં કપાસના પાકમાં વ્યાપક નુકશાની થઈ છે અને કપાસના પાકમાં સુકાસનો રોગ આવી જતા વ્યાપક નુકશાની થઈ છે. આમરણ ચોવીસી ગામોના ખેડૂતોના જણાવ્યા મુજબ આ વખતે મેઘરાજા ચોમાસાની સીઝનમાં મન મૂકી વરસી પડ્યા હતા. એટલે આમરણ ચોવીસી ગામોના ખેડૂતોએ કપાસના પાકનું મોટાપાયે વાવેતર કર્યું હતું. જુલાઈ સુધીમાં સારો વરસાદ પડ્યો હતો. પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરના 15 દિવસ એટલે દોઢ મહિના મેઘરાજા ગાયબ રહ્યા અને હવે ભાદરવા માસમાં પાછોતરો વરસાદ પડ્યો છે. જો કે અગાઉ વરસાદ ન પડતા ખેડૂતોએ જાતે પાણીની સુવિધા ઉભી કરીને કપાસના પાકનું સિંચન કર્યું હતું અને કપાસના છોડવા પણ મોટા થઈ ગયા છે અને થોડા સમય પછી કપાસનો પાક લણવાની તૈયારીમાં હતો. ત્યારે જ હવે કપાસના પાકમાં રોગ આવી જતા કપાસના પાકને નુકશાની થઈ છે. આથી કપાસના પાકથી મોટો નફો થશે એવી આશા ઠગારી નીવડી છે અને કપાસના પાકમાં નફાની વાત બાજુએ રહી પણ નુકશાની વેઠવાનો સમય આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW