HomeGujaratમોરબીના અંબિકા ચોક કા રાજા ગણપતિ સમિતિ દ્વારા જાદુગરના શોનું આયોજન કરાયું

મોરબીના અંબિકા ચોક કા રાજા ગણપતિ સમિતિ દ્વારા જાદુગરના શોનું આયોજન કરાયું

મોરબી માં ઠેર ઠેર ગણપતિ ને બેસાડી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે મોરબી ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે આવેલ સિંગલિયા હાઉસીંગના રહીશો દ્વારા અંબિકા ચોક ખાતે અંબિકા ચોક કા રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે જેમાં પૂજારી જયસુખભાઇ નિમાવત દ્વારા દરરોજ પૂજા અર્ચના કરી ગણેશજીની આરાધના કરવામાં આવે છે સાથે સાથે આ અંબિકા ગરબી મંડળ સમિતિ દ્વારા પણ દરોરોજ જુદા જુદા કાર્યક્રમો કરી બાળકો અને મહિલાઓ માટે મનોરંજન કરવામાં આવે છે ત્યારે આજે અંબિકા ચોક કા રાજા ગણપતિ સમિતિ દ્વારા જાદુગરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાસર ના પ્રખ્યાત જાદુગર એમ.લાલ દ્વારા જુદા જુદા કરતબો બતાવી જાદુના ખેલ કર્યા હતા જેને તમામ રહીશો હાજર રહ્યા હતા ને બાળકો અને મહિલાઓએ પણ આ જાદુગરના ખેલ ને મન ભરી ને આનંદ લીધો હતો ઉલ્લેખનીય છે ગણપતિ બાળકોના અતિ પ્રિય છે ત્યારે અંબિકા ચોક ગણેશ સમિતિ દ્વારા બાળકો ને રાજી રાખવા જુદા જુદાં અનેરા આયોજનો કરી રહ્યું છે. આ માટે અંબિકા ચોક કા રાજા ગણેશ સમિતિ ના વિજયભાઈ ચાવડા,મીઠુંભા જાડેજા,જયસુખ ભાઈ નિમાવત, પરબતભાઈ પટેલ,ભરતભાઈ ચાવડા,લાલાભાઈ પટેલ,અશ્વિનભાઈ ચાવડા,અલ્પેશસિહ ઝાલા,વસંતભાઈ લુહાર,ભરતભાઈ પટેલ,હિતેશભાઈ અગ્રાવત,અર્જુનભાઈ સહિતના આયોજકો દ્વારા રાત દિવસ જાગી ખંભે થી ખભો મિલાવી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW