મોરબી જિલ્લામાં યુવાધનને જાણે નશાં દલદલમાં ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એક તરફ બૂટલેગરો અલગ અલગ જગ્યાએથી વિદેશી દારૂ ઘુસાડી દારૂના રવાડે ચડાવી દીધા હતા હજુ ઓછું હોય તેમ હવે આલ્કોહોલ યુક્ત કેફીયુક્ત પદાર્થનું ગેર કાયદેસર વેચાણ વધ્યું છે. ગઈ કાલે ત્યારે મોરબીમાં પોલીસે શાપરથી આયુર્વેદિક સીરપના નામે આલ્કોહોલ યુક્ત પદાર્થસગેવગે થાય તે પૂર્વે 840બોટલ શીરપ પકડી પાડયા બાદ હવે વધુ એક જગ્યા પર પોલીસે દરોડો પાડયો હતો બનાવની મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસે મોરબી માળીયા નેશનલ હાઇવે નજીક આવેલા જનકપુરી નજીક આવેલા શોપિંગ સેન્ટર માં આવેલી દુંકાનમાં દરોડો પાડયો હતો અને ગેર કાયદેસર નશાયુકત શીરપનો રું.12.24લાખની કિંમતની 12240 બોટલના જથ્થા સાથે પાર્થ હસમુખભાઈ ચૌહાણ નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેની વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

