મોરબીના રવાપર ગામ નજીક આવેલા બોની પાર્કમાં રહેતા મનીષ ઉર્ફે ચિરાગભાઇ જગદિશભાઇ પટેલ ખાખરેચી ગામની સીમ એમ.બી.સીરામીક એલ.એલ.પી. નામની પેઢીમાં ભાગીદાર હોય અને તેઓએ સબજારમાંથી તેમજ સગા સંબંધી પાસેથી ઉઘરાવીને એમ.બી. સીરામીક એલ.એલ.પી. ચલાવવા માટે 2020-21 સુધીમા એક કરોડ પંચાણુ લાખ રૂપીયા ઉઘરાવીને ફેકટરીના મુકેશ બચુભાઇ લીખીયાને આપેલ અને એમ.બી. સીરામીક એલ.એલ.પી નુકશાનીમા જતા આ કામના ફરીયાદીને એમ.બી.એલ.એલ.પી.ની પાર્ટનરશીપ રીટાયર્ટમેંટ એગ્રીમેન્ટ (ડીડ)મા સહી કરવા બદલ મુકેશ બચુભાઇ લીખીયા,ગૌરાંગભાઇ મગનભાઇ દેત્રોજા, રાકેશ ચુનીલાલ પટેલ રૂપીયા એક કરોડ પંદર લાખ બે ભાગમા આપવાની બાહેધરી આપી હતી અને મનીષ એમ.બી.એલ.એલ.પી.ની પાર્ટનરશીપ રીટાયર્ટમેંટ એગ્રીમેન્ટ (ડીડ) મા સહી લઇ લીધી હતી અને તા 30-06 22 ના રોજ રૂપીયા ૫૦,૦૦,૦૦૦/- આપી બાકીના રૂ.૬૫,૦૦,૦૦૦/- આજદીન સુધી નહી આપી ફરીયાદી સાથે વિશ્વાસ ઘાત કરી છેતરપીંડી કરી હતી જે અંગે મનીષભાઈ એ ત્રણેય ભાગીદારો વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

