HomeGujaratમોરબીના પ્રભુકૃપા ટાઉનશીપમાંથી પોલીસે 4 મહિલા સહીત 9 જુગારીને ઝડપી લીધા

મોરબીના પ્રભુકૃપા ટાઉનશીપમાંથી પોલીસે 4 મહિલા સહીત 9 જુગારીને ઝડપી લીધા

મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ પ્રભુકૃપા ટાઉનશીપ વિસ્તારમાં આવેલા ફોર સ્ક્વેર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની એલસીબીને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા પ્રદિપ દશરથભાઇ પટેલ,અંકિત દશરથભાઇ પટેલ,નિજામભાઇ કરીમભાઇ જેડા(મિંયાણા),નિલેષ મનસુખભાઇ વાડોલીયા,ભીખુભાઇ વનરાવનભાઇ ઠકરાર,નુતનબેન નવીનભાઇ વાઢારા,સંગીતાબેન અજયભાઇ સોલંકી,ચેતનાબેન નવીનભાઇ લુહાર,સોનલબેન હિતેષભાઇ નાગહને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડ 84,500 તેમજ 4 મોબાઈલ સહીત રૂ 1,04, 500નો મુદામાલ જપ્ત કર્યો હતો

બનાવ બાદ આરોપીઓને પોલીસે બી ડીવીઝન પોલીસ હવાલે કર્યા હતા અને તેના આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW