HomeGujaratમોરબીમાં રીક્ષા ધીમે ચલાવવાનું કહેતા યુવક પર છરી વડે જીવલેણ હુમલો, ત્રણ...

મોરબીમાં રીક્ષા ધીમે ચલાવવાનું કહેતા યુવક પર છરી વડે જીવલેણ હુમલો, ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ

મોરબીના રવાપર રોડ નીલકંઠ સ્કુલની સામે વિશ્વકર્મા સોસાયટીસ્નેહ રેસીડન્સી બ્લોક નં-૪૦૨માં રહેતા જયદિપભાઇ ગટોરભાઇ રાછડીયા નામનો યુવક તેની કાર લઈને મોરબી-વાંકાનેર ને.હા.રોડ લખધીરપુર રોડથી સર્વીસ રોડ પરથી જતો હતો તે દરમિયાન
એક ઓટો રીક્ષા ચાલક ફૂલ સ્પીડમા ચલાવી એક ટ્રકને ઓવરટેક કરવાં જતો હતો તે દરમિયાન યુવાને તેની કાર સામે ઉભી રાખી દેતા યુવાને રીક્ષા ધીમી ચલાવવા કહેતા રવીભાઇ નીતીનભાઇ સોલંકી નામના રીક્ષા ચાલક ગાળો બોલતા હોય જેથી તેને ગાળો બોલવાની ના પાડતા આરોપી રવીએ જયદીપ સાથે જપાજપી કરી તેમજ બીજા બે અજાણ્યા શખ્સ પણ આવી ગયા હતા અને યુવક સાથે જપાજપી કરી હતી તેમજતેને પકડી રાખ્યા હતા અને જયારે આરોપી રવીએ ઉશ્કેરાઇ જઇ આજે તને પતાવી દેવો છે તેવુ કહી મારી નાખવાના ઇરાદે પોતાની પાસે રહેલ છરીથી જયદીપભાઈને પેટના ભાગે છરીનો એક ઘા મારી ગંભીર પ્રકારની ઇજા પહોચાડી હતી ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ અંગે જયદીપભાઈ રાછડિયા એ ત્રણ આરોપી વિરુધ્દ ફરિયાદ નોધાવી હતી અને તેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW