મોરબી જીલ્લાના માળિયા મિયાણા પોલીસની હદમાં આવેલા નાના દહીસરા ગામમાં ગત જન્માષ્ટમી પર્વની રાત્રીના બે નિશાચરો ત્રાટક્યા હતા અને ગામના મહાકાળી મંદિરને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મંદિરના મેઈન દરવાજાનો લોક તોડી પ્રવેશ કરી મંદિરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને દાનપેટીમાં હાથ સાફ કર્યો હતો.
ઘટનાને અંજામ આપી બન્ને શખ્સ ચોરની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયાહતા ઘટના અંગેની જાણ થતા ગ્રામજનોએ મંદિરમાં તપાસ કરી હતી અને મંદિરના સીસીટીવી કેમરાના ફૂટેજ મેળવી તપાસ કરતા બે શખ્સ મોઢે બુકાની બાંધી મંદિરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતા આબાદ ઝડપાઈ ગયા હતા.જોકે આ બનાવની બે દિવસ બાદ પણ પોલીસ ફરિયાદ નોધાઇ ન હોવાથી કેટલાનો મુદામાલ ચોરી થયો તે માહિતી સામે આવી શકી નથી

