HomeGujaratમોરબી અને ટંકારામાં આપઘાતના બનાવ, બન્ને યુવકે ફાંસો લગાવી જીવાદોરી ટૂંકાવી

મોરબી અને ટંકારામાં આપઘાતના બનાવ, બન્ને યુવકે ફાંસો લગાવી જીવાદોરી ટૂંકાવી

ટંકારા તાલુકાના ઘુનડા ગામની સીમમાં આવેલા હિડન હિલ્સ રેસીડન્સીના બ્લોક નંબર એ 17 માં રહેતા હીરેનભાઇ મનસુખભાઇ કડીવાર નામના યુવાને કોઈ કારણ પોતાના જ ઘરમાં પંખા સાથે સાડીનો ફાંદો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા બેશુદ્ધ હાલતમાં મોટા બાપુ ઠાકરશીભાઇ મોહનભાઇ કડીવાર તેને ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામ આવતા તબીબોએ યુવકને મૃત જાહેર કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી

તો બીજા એક બનાવમાં મોરબીના રવાપર રોડ પર આવેલા આલાપ રોડ નનજીક મધુરમ સોસાયટીમાં કિશનભાઇ પ્રવિણભાઇ અઘારા નામના 24 વર્ષીય યુવાને શુક્રવારે અચાનક કોઈ કારણસર પોતાના ઘર માં અગમ્યકારણસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW