મોરબી નજીક આવેલા હરીપર ગામની સીમમાં ગઈ કાલે બપોરના સમયે બે પરપ્રાંતીય યુવક કેનાલ પાસે બેઠા હતા તે દરમિયાન અકસ્માતે કેનાલના પાણીમાં ડૂબી ગયા અને બન્નેના કમકમાટી ભર્યા મોત થયા હતા બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે
બનાવની મળતી માહિતી મુજબા મોરબીના હરીપર ગામની સીમમાં ક્લોરીસ પેકેજીંગ નામની ફેક્ટરીમાં મજુરી કામ કરતા મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના જેતગઢબામણીયા ગામનો 27 વર્ષીય રાહુલસિંહ રણજીતસિંહ રાવત, તેમજ અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારના વતની રૂપસિંહ સગુજી પઢીયાર ગઈ કાલે બપોરના સમયે હરીપર ગામની હદમાં અવળા જીવરાજભાઈ પટેલની વાડીની બાજુમાંથી પસાર થતી માઈનોર કેનાલના છેડે બેઠા હતા તે દરમિયાન અકસ્માતે બને યુવક કેનાલમાં પડી ગયા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા ઘટનાની જાણ થતા બન્ને યુવકને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે યુવકો ને સારવાર મળે તે પેહલા તેમના મોત નીપજ્યા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી

