HomeGujaratકોંગ્રેસ કાર્યકરો ભ્રષ્ટ્રાચારની રજૂઆત કરે તો ખોટા કેસમાં ફસાવાયા હોવાના આક્ષેપ, SPને...

કોંગ્રેસ કાર્યકરો ભ્રષ્ટ્રાચારની રજૂઆત કરે તો ખોટા કેસમાં ફસાવાયા હોવાના આક્ષેપ, SPને આવેદન અપાયું

મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ભાનુમતિબેન ઉર્ફે ભાનુબેન નગવાડીયા તેમજ એક સફાઈ કર્મીને કોંગ્રેસના અગ્રણી રમેશ રબારીએ ધાક ધમકી આપી જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનિત કરવા અંગેની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ ઉપરાંત હળવદમાં કોંગ્રેસ આગેવાને પીજીવીસીએલમાં રજૂઆત કરતા તેના કર્મચારીને હાથો બનાવી કોંગ્રેસ આગેવાન સામે ફરિયાદ કરવામાં આવી હતી આમ અવાર નવાર કોંગી આગેવાન સામે થતી ફરિયાદને લઇ આજે મોરબી જિલ્લા કોંગ્રેસ તરફથી આજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાન પ્રજાના પ્રશ્નોને સમજી વિચારીને પ્રજાના પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે વિવિધ વિભાગમાં રજૂઆત કરતા હોય છે કેટલાક કિસ્સામાં સતા પક્ષના કાર્યકરો કે હોદેદારોનો અંગત હિત જોખમાતા સતાનો દુરપયોગ કરીને ખોટા કેસ કરી એન કેન રીતે હેરાન કરવામાં આવતા હોય છે.તાજેતરમાં મોરબી આવી ખોટી ફરિયાદની તટસ્થ તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી

આ તકે કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. દિનેશ પરમાર, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરુ, પૂર્વ કાર્યકારી કોગ્રેસ પ્રમુખ એલ એમ કંજારિયા સહિતના આગેવાનો અને કાર્યકરોએ એસપીને રજૂઆત કરી બન્ને ફરિયાદ માં તટસ્થ તપાસ કરવાની માંગણી કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW