મોરબીમાં સાતમ-આઠમ પર્વ જેમ નજીક આવી રહી છે તેમ જુગારની હાટડીઓ વધવા લાગી છે પોલીસે અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડીને જુગારીઓ ને ઝડપી લેવા ની કાર્યવાહી તે જ કરી છે આ કાર્યવાહી ના ભાગ રૂપે મોરબી એલ.સી.બી ની ટીમે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન બાતમી મળી હતી કે મોરબીના નાનીવાવડી ગામ નજીક વજેપર ગામની હદમાં આવેલ વાડી વિસ્તારમાં મહાદેવભાઈ નાગજીભાઈ ની વાડીના સેઢે કેટલાક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હોય આ બાતમીના આધારે એલ.સી.બી ની ટીમે દરોડો પાડી જુગાર રમતા મહાદેવભાઇ નાગજીભાઇ પડસુંબીયા, મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ ભીમાભાઇ હોથી , ચંદુલાલ નરશીભાઇ સંધાણી ,રમેશભાઇ ગણેશભાઇ રૂપાલા, લાલજીભાઇ ભવાનભાઇ પનારા, ચંદુભાઇ કરમશીભાઇ હિસુ ,રમેશભાઇ વિરજીભાઇ પડસુંબીયા,દુર્લભજીભાઇ મોહનભાઇ રૂપાલાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડ રકમ ૧,૬૪,૦૫૦ અને જુગાર સાહિત્ય સહિતના મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

