મોરબીના પાનેલી રોડ પર પુર ઝડપે આવેલા માલ સામાન ની હેરાફેરી કરતા મીની ટ્રકે એક બાઈકને ઠોકર મારી હતી. અક્સ્માત ની આં ઘટનામાં બાઈક ચાલકને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આં મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના મચ્છોનગરમાં રહેતા પરસોતમભાઇ દેવજીભાઇ મકવાણાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ઢુવા ગામ પાસે આવેલા ઇન્ડિયા સિકેર ઇટાલિયન સીરામીક સરફેસિસ નામના કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને તેમણે એક મહિના પહેલાબાઈક ની ખરીદી કરી હતી. તેના રજીસ્ટર નંબર હજુ સુધી આવ્યા નથી. ગત તા.૩૦ સવારના રોજ સવારે ૦૭:૩૫ વાગ્યાની આસપાસ પરસોતમભાઇ પોતાના ઘરેથી નોકરી પર જવા માટે પોતાના મોટરસાયકલ પર નીકળ્યા હતા. એ વખતે પાનેલી રોડ મચ્છોનગર ગામમાં જવાની ગોલાઇમાં પાટીદાર કટીંગના ડેલા પાસે તેમનું મોટરસાયકલ વણાંક લઈને રફાળેશ્વર તરફ જવાના રોડ પર જઈ રહ્યું હતું. એ સમયે રફાળેશ્વર તરફથી એક નાનું માલ વાહક વાહન GJ-36-T-3668 પુરપાટ વેગે આવ્યું હતું અને મોટરસાયકલને અડફેટે લીધું હતું. જેને પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પરસોતમભાઇ ને ડાબા પગના ઢીંચણના નીચેના ભાગે તથા ડાબા હાથમાં પંજાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી ગયો હતો. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

