મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલા રાજનગર નજીક પ્રમુખ સ્વામી સોસાયટીના પાછળના ભાગે આવેલા સ્કાય વ્યુ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૫૦૨માં જયસુખ પડ્સુંબીયા નામનો આરોપી જુગાર રમાડતો હોવાની મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી અને તેના આધારે એલસીબી પીઆઈ ડી એમ ઢોલ અને તેની ટીમે દરોડો પાડ્યો હતો અને ફ્લેટમાં જુગાર રમતા જયસુખભાઇ મહાદેવભાઇ પડસુંબીયા, જયેશભાઇ કાનજીભાઇ પડસુંબીયા, દિપકભાઇ પટેલ વિપુલભાઇ અંબારામભાઇ કુંડારીયા જયદિપભાઇ પ્રવિણભાઇ ચૌહાણ, નિતીનભાઇ વલ્લભભાઇ આદ્રોજાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 14.75 લાખ રોકડા અને જુગાર રમવાના સાહિત્ય સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

