HomeGujaratમોરબી:રફાળેશ્વરમાં જુના ઝઘડાનો ખાર યુવક પર હુમલો કરાયો,રોકડની લૂંટ ચલાવી,ફાયરીંગની પણ રાવ

મોરબી:રફાળેશ્વરમાં જુના ઝઘડાનો ખાર યુવક પર હુમલો કરાયો,રોકડની લૂંટ ચલાવી,ફાયરીંગની પણ રાવ

મોરબીના રફાળેશ્વર ગામમાં રહેતા અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા ગજેન્દ્રભાઇ ઉર્ફે ગજેન રમેશભાઇ બાંભણવાને આજથી આશરે દસેક મહીના પહેલા લીલાપર ગામના ગૌતમ જયંતીભાઇ મકવાણા સાથે મારા મારી થઇ હતી જે અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી અને જેનો કોર્ટ કેસ ચાલુ હોય ગજેન્દ્ર ભાઈ તેમના વિસ્તારમાં જ રહેતા હોય અને મંડપ સર્વિસના કામ માટે આરોપીઓના ઘર પાસેથી અવાર નવાર નીકળવુ પડતુ હોય જે આરોપીઓને નહી ગમતું ન હોય જેથી ત્યાંથી ન નીકળવા ધાક ધમકી આપતા હોય ગત ૨૫ મી ના રાત્રે ગજેન્દ્રભાઈ પોતાનુ સ્પ્લેન્ડર મો.સા.રજી. નં.GJ-36-N-3541 નુ ચલાવી એકલા નીકળતા લાગ જોઇ અજય નામના શખ્સે તેમને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં પાછળની બાજુ તેમજ શરીરે લાકડાના ધોકાના ઘા મારી મો.સા.સહીત પાડી દઇ ગાળો દીધી હતી તેમજ ડાબા હાથમાં તથા જમણા પગમાં ધોકાના ઘા મારતા ગંભીર ઈજા પહોચાડી હતી આરોપીઓથી બચવા પોતાનુ બાઈક મુકી પોતાના ઘરે ભાગી ગયા હતા બાદમાં અન્ય આરોપીઓને જાણ કરી બોલાવી ગેર કાયદેસર મંડળી રચી એકસંપ થઇ ફરીયાદીને મારી નાખવાનો ઇરાદો હોય તેમ એક સરખો બદઇરાદો પાર પાડવા સુલતાનની ક્રેટા કાર તથા એકટીવા મો.સા. રજી. નં.GJ-36-AE-1699 તથા સફેદ કલરના એકટીવા મોટર સાયકલોનો ઉપયોગ કરી છરી લોખંડની પાઇપ લાકડાના ધોકા જેવા તેમજ જીવલેણ રીવોલ્વર પીસ્ટલ જેવા ભયંકર હથીયારો લઇ ફરીયાદીના ઘરે જઇ ગજેન્દ્ર જમણા હાથમાં ,સાહેદ દક્ષાબેનને શરીરે બંન્ને હાથમાં છરી વડે તેમજ આરોપી નંબર(ર)(પ)નાએ સાહેદ દક્ષાબેનને ધોકાવડે માર મારી ઇજાઓ પહોચાડી આરોપી નં.(૧) નાએ સાહેદ ફરી.ના પિતા રમેશભાઇની સામે રીવોલ્વર જેવુ પ્રાણઘાતક હથીયાર તાકી ફરી.ને ફાયરીંગ કરી ભડાકે દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ધોકા લોખંડના પાઇપ ઢીકાપાટુ વડે ફરીયાદીને માર મારી તેના ખીસ્સામાં રહેલા રૂપીયા-૧૩,૦૦૦ની લુંટ ચલાવી હતી ગજેન્દ્ર માર માંથી છોડાવવા વચમાં પડેલા અન્ય જ્ઞાતીના સાહેદો વિરૂધ્ધ એટ્રોસીટીની ફરીયાદ કરવાની ધમકી આપી ફરીયાદીના ઘરેથી પોતાના વાહનો સાથે દક્ષાબેનના ઘરે જઇ ઘરની બહાર પડેલી ખુરશી માટીના ગોળા ઝૂલાના પતરાની તોડફોડ કરી ધમકી આપી હતી. બનાવ અંગે ગજેન્દ્ર બાંભણવાંએ ગૌતમભાઇ જયંતીભાઇ મકવાણા , અજયભાઇ જગદીશભાઇ ચૌહાણ, પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા, મનોજ ઉર્ફે બાબો ગીરધરભાઇ વાઘેલા,અશોકભાઇ દલાભાઇ રાઠોડ, મુકેશભાઇ ઝાલા તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW