HomeGujaratમોરબીમાં યુવાને વ્યાજે લીધેલા રૂ 40,000 ચૂકવી દીધા છતાં વ્યાજખોરે ઉઘરાણી કરતા...

મોરબીમાં યુવાને વ્યાજે લીધેલા રૂ 40,000 ચૂકવી દીધા છતાં વ્યાજખોરે ઉઘરાણી કરતા ફરિયાદ

મોરબીના લીલાપર ગામમાં રહેતા અને મજુરી કામ કરતો હરેશ માવજી જાદવ નામના 45 વર્ષીય યુવાને રફાળેશ્વરના મચ્છુ નગરમાં રહતા પ્રફુલ બચુંભાઈ સોલંકી નામના વ્યાજખોર પાસેથી રૂ 40 હજાર 5 ટકા વ્યાજે લીધા હતા. થોડા સમય બાદ હરેશે રૂ 40 હજાર અને વ્યાજ સહીતની રકમ ચૂકવી દીધી હોવા છતાં આરોપીઓએ તેના ઘરે જઈ ધાક ધમકી આપી રૂપિયાની માંગણી કરતા હરેશભાઈએ આરોપી પ્રફૂલ બચુંભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી અને ફરિયાદ આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦, ૪૨ મુજબ આઈપીસી આઇ.પી.સી. કલમ ૩૮૪, ૫૦૪ અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW