HomeGujaratમોરબીમાં પોલીસે વાહન ચેકિંગ ઝુબેશ ચલાવી, નંબર પ્લેટ વિનાના 52 વાહન જપ્ત,રૂ.1.60...

મોરબીમાં પોલીસે વાહન ચેકિંગ ઝુબેશ ચલાવી, નંબર પ્લેટ વિનાના 52 વાહન જપ્ત,રૂ.1.60 લાખનો દંડની વસુલાત

મોરબી જીલ્લામાં આડેધડ વાહન ચલાવી ટ્રાફિક નિયમ ભંગ કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી હતી સાથે સાથે અકસ્માતની ઘટના પણ સતત વધી રહી છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઈવ યોજી હતી.

અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા, નંબર પ્લેટ વિનાના ,લાયસન્સ વિના, આરસી બુક વિના વાહન ચલાવતા વાહન ચાલકો,સીટ બેલ્ટ વિના કે કારમાં ડાર્ક ફિલ્મ લગાવી વાહન ચલાવતા વાહન ચાલકો, આ ઉપરાંત નશો કરીને વાહન ચલાવતા કે ટૂ વ્હીલમાં મોડી ફાય સાયલેન્સર લગાવીને ફરતા વાહન ચાલકો વિરુધ્દ એક્શન લીધા હતા. પોલીસે એક દિવસમાં 325 વાહન ચાલકોને નિયમ ભંગ કરવા બદલ કુલ રૂ 1.60 લાખનો દંડ સ્થળ પર ફટકાર્યો હતો સાથે સાથે નંબર પ્લેટ વિના ટ્રક અને અન્ય વાહન લઈને નીકળેલા 52 વાહન જપ્ત કર્યા હતા રોંગ સાઈડ કે ઓવર સ્પીડમાં ચલાવતા 16 વાહન ચાલક તેમજ આડેધડ વાહન પાર્ક કરનાર 14 વાહન ચાલકો વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW