દેશમાં આજે સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મેટ્રો સીટીથી લઇ નાના ગામમાં આજે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. મોરબીમાં પણ વિવિધ સરકારી કચેરી, શાળા કોલેજની સાથે સાથે સોસાયટી વિસ્તારમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે મોરબી શહેરના રવાપર ગામમાં એસ. પી .રોડ પર આવેલા સીલ્વર હાઇટમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ સોસાયટીમાં આપણા બન્ને રાષ્ટીય તહેવાર પ્રજાસત્તાક દીવસ તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. પર્વ સ્થાનીક તેમજ આસપાસ રહેતા દરેક નાગરીકો પણ જોડાય છે .સિલ્વર હાઈટ્સ સોસાયટીમાં 110 ફુટ લંબાઈનો તીરંગો પણ લહેરાવામા આવ્યો હતો

