HomeGujarat43 વર્ષ પહેલાં મોરબીને તહસનહસ કરનાર મચ્છુ 2 ડેમ હવે મોરબી સહિત...

43 વર્ષ પહેલાં મોરબીને તહસનહસ કરનાર મચ્છુ 2 ડેમ હવે મોરબી સહિત 4 જિલ્લા માટે આશીર્વાદ બન્યો

43 વર્ષ પહેલાં મોરબી માળિયાં તાલુકાને સ્મશાનમાં ફેરવી દેનાર મચ્છુ જળ હોનારતની દુર્ઘટના બની
મચ્છુ-2 ડેમ ન માત્ર મોરબી અને માળીયા પરંતુ ચાર જિલ્લા માટે આશીર્વાદ રૂપ બન્યો છે કેમ કે, મચ્છુ-2 ડેમને સૌની યોજનાના મધર ડેમ તરીકે રાખવામા આવ્યો છે જેથી નર્મદા ડેમથી પાણી મચ્છુ-2 ડેમ સુધી પહોચે છે અને ત્યાથી આજની તારીખે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓને પીવા અને સિચાઈ માટેનું પાણી પૂરું પાડવાં આવે છે

11 ઓગસ્ટ 1979 નો દિવસ કે જેને મોરબી જ નહીં
સમગ્ર ભારતની મોટી જળ હોનારત પૈકીની એક એવી મચ્છુ 2 ડેમ જળ હોનારત ને ધીમે ધીમે 43 વર્ષ જેટલા વર્ષ વીતી ગયા છે. જોકે આજે પણ ઘટનાંમાં મૃત્યુ પામેલા પરિવારને આજે પણ જ્યારે ઘટના યાદ આવે ત્યારે આંખો ભીની થઈ જાય છે.મોરબીમાં આવેલા જળ પ્રલયને કારણે મોરબી અને માળિયા તાલુકો હતો ન હોતા થઈ ગયા હતા
આ દિવસને મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી કારણકે મોરબી-માળિયા અને વાંકાનેર તાલુકાની અંદર પડેલા વરસાદના કારણે પાણી જ પાણી હતું અને આવા સમયે મોરબી નજીક જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ કે જેમાં વાંકાનેર અને ચોટીલા પંથકમાં ભારે વરસાદના કારણે વિપુલ પ્રમાણમાં પાણીની આવક શરૂ થઇ હતી અને જેથી કરીને આ ડેમ તૂટી ગયો હતો અને ડેમ તુટવાના કારણે મોરબી અને માળિયા તાલુકાની અંદર મોટા પ્રમાણમાં લોકોના જાનમાલને નુકસાન થયું હતું અને ત્યારબાદ આ દિવસ જ્યારે પણ આવે છે ત્યારે પોતાના સ્વજનોને ગુમાવનારા લોકો તેમજ પોતાની માલ મિલકતની ગુમાવી હતી તે લોકોની આંખમાંથી આજની તારીખે પણ હોનારતના પાણી હજુ પણ સુકાતા નથી તેવો ઘાટ જોવા મળે છે.

મોરબીના મચ્છુ ડેમની વાત કરીએ તો મોરબીના મચ્છુ ડેમ થકી અગાઉ માત્ર મોરબી અને માળિયા તાલુકાની અંદર જ પીવા અને સિંચાઇ માટે પાણી પૂરું પાડવાની ક્ષમતા અને વ્યવસ્થા હતી જોકે ત્યાર બાદ છેલ્લા વર્ષની અંદર મોરબીના આ ડેમને સૌની યોજનાના મધર ડે તરીકે લેવામાં આવ્યો છે અને મધર ડેમ સુધી નર્મદાનું પાણી લાવીને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દ્વારકા સહિતના જિલ્લા અને તાલુકાઓ સુધી ત્યાંના સ્થાનિક ડેમમાં પીવા અને સિંચાઇ માટેનું પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી કરીને આજની તારીખે મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ ન માત્ર મોરબી અને માળિયા પરંતુ રાજકોટ, જામનગર અને દ્વારકા જિલ્લા માટે પણ આશીર્વાદ સમાન સાબિત થયો છે

એક કે બે વર્ષ નહીં પરંતુ 43 વર્ષના વાણા વાઈ ગયા છે તેમ છતાં પણ આજની તારીખે મચ્છુ જળ હોનારતની તારીખ આવે ત્યારે ઘણા લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય છે કારણ કે આ લોકોએ પોતાની નજર સામે મોતનું તાંડવ કરતું જોયું હતું તેવું કહીએ તો જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, ઘણા લોકોએ પોતાના સ્વજનોને પોતાની નજર પાણીમાં તણાઇ જતા જોયા હતા માટે આ ઘટના તે લોકો ભૂલી શક્યા નથી આજે પણ ઘણા લોકોને પોતાની નજર સામે 11/8 તારીખે પોતાના સ્વજનોને પાણીમાં તણાઇ જતાં, પાણીમાં ડૂબી દેખાઈ છે અને તેની આંખોમાથી આંસુ સારી પડે છે પરંતુ આજે લોકોએ હર્ષ સાથે કહે છે કે, ભૂતકાળમાં જે બન્યું તે પરંતુ આજે એ વાતનો ગર્વ છે કે મોરબીનો મચ્છુ-2 ડેમ ના માત્ર મોરબી પરંતુ ઘણા બધા તાલુકા લોકોને પીવાનું અને સિંચાઈનું નર્મદાનું પાણી પૂરું પાડવા માટે નિમિત બન્યો છે હાલના ભારત દેશના વડાપ્રધાન અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવામાં પણ મચ્છુ-2 ડેમ નિમિત બનેલ છે અને આ યોજના પૂરી થશે ત્યારે રાજયના 30 ડેમમાં પાણી લઈ જવા માટે અને નદીઓ સુધી નર્મદાના પાણી પહોચડવા માટે મહાકાય મચ્છુ-2 ડેમ નિમિત્ત બન્યો છે. મચ્છુ ડેમ મોરબીની જીવાદોરી જામનગર દ્વારકા સહિતના જિલ્લા ને સૌની યોજના અંતર્ગત પાણી વિતરણ થઇ રહ્યું છે.

જળ હોનારત વખતે મચ્છુ ડેમમાં 18 દરવાજા હતા અને ઉપરથી પાણી વધુ આવવા લાગ્યું હતું અને ત્રણ લાખ કયુસેકની કેપેસીટી સામે 3 લાખ કયુસેક કરતાં વધુ પાણી ડેમમાથી કાઢવામાં આવી રહ્યું હતું ત્યારે દરવાજા ન ખોલવા ના કારણે ડેમ તૂટ્યો હતો પરંતુ આજની સ્થિતિ મોરબીનો મચ્છુ ડેમ હવે ક્યારે પણ તૂટે નહીં તે પ્રકારની વ્યવસ્થા સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવી છે અને અહીંયા હાલમાં જૂના 18 દરવાજા અને તે ઉપરાંત બીજા 20 દરવાજા એટલે કે કુલ મળીને 38 દરવાજા મૂકવામાં આવેલ છે અને આ ડેમની કુલ ક્ષમતા 3104 એમસીએફટીની છે. જેના કારણે સૌરાષ્ટ્રના પાચ મોટાં ડેમ પૈકીનો એક ડેમ બની ગયો છે. અને હવે આં ડેમ ના જો તમામ દરવાજા ખોલી પાણી છોડવાની જરૂરિયાત થાય તો 9 લાખ ક્યુસેક પાણી છોડી શકે તેમ છે મચ્છુ ૨ ડેમના વર્ક આસી.કે. જે બારાસરાએ જણાવ્યુ હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW