મોરબીના રવાપર ગામમાં ભાડાનાં મકાનમાં રહેતા યશભાઇ ભીમજીભાઇ રંગપરીયા નામના યુવાને 2020 માં રેડીમેઈડ કપડાનો વ્યવસાય શરુ કર્યો હતો એક વર્ષ દરમિયાન તેને મોટા પાયે કપડાનો સ્ટોક કરી લીધો હતો પરંતુ ફેશન બદલાતા તેનો સ્ટોક વેચાણ વિના પડ્યો રહેતા ઓછા ભાવે તમામ સામાન વેચી દીધા હતા જેના કારણે ધંધામાં નુક્શાન ગયું હતું.નવા માલની જરૂર હોવાથી તેના મિત્ર મયુરભાઇ બાબુભાઇ ડાંગર પાસેથી ૩૦ ટકા વ્યાજે ૫ લાખ રૂપિયા લીધા હતા બાદમાં રૂ એક લાખ વ્યાજ અને મુદલ સહીત ૬ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા વધુ જરૂર હોવાથી યશભાઇ રાજુભાઇ ડાંગર પાસેથી વધુ ૫ લાખ ૩૦ ટકા વ્યાજે લીધા હતા જેનું સમયસર વ્યાજ ચુકવ્યું હતું બીજા એક મિત્ર માધવ ઉર્ફે મેહુલ લાખાભાઇ જીલરીયા રહે.૯ લાખ રૂપિયા ૨૧ ટકા વ્યાજે લીધા હતા તો વિશાલ ઉર્ફે વીકી ડાંગર ૩ લાખ રૂપિયા ૧૮ ટકા વ્યાજે લીધા હતા આમ અલગ અલગ લોકો પાસેથી રૂપિયા લઇ વ્યાજ શહિત રૂપિયા ચુકવવા છતાં આરોપીઓ મયુરભાઇ બાબુભાઇ ડાંગર રહે. રવાપર રોડ રાજબેંક સામે મોરબી, યશભાઇ
રાજુભાઇ ડાંગર, માધવ ઉર્ફે મેહુલ લાખાભાઇ જીલરીયા, વિશાલ ઉર્ફે વીડી ડાંગર(૫) કિશન કુભાંરવાડીયા વિરુદ્ધ ફરિયાદ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી રૂપિયા ચૂકવી દેવાનું કહી માર માર્યા અંગે ની ફરિયાદ નોધાવી હતી

