ત્રણ ટ્રક અને માટી સહિત રું.૧ કરોડ થી વધુનો મુદામાલ સીઝ કરાયો
કંડલા વાકાનેર નેશનલ હાઇવે પર. દરરોજ હજારોની સંખ્યામાં ટ્રક માટી અને અન્ય સિરામિક રો મટીરીયલની હેરાફેરી કરતા હોય છે.આવા ટ્રકની સાથે સાથે કેટલાય ટ્રક ચાલકો કોઈ પણ પ્રકારની મંજૂરી વીના આડેધડ ચાઈના કલે પ્રકારની માટીની ગેર કાયદેસર હેરાફેરી કરી મોરબીના ઉદ્યોગોને ગેર કાયદેસર વેચતા હોય છે
દરમિયાન આજે મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા જિલ્લા ખાણ ખનીજ અઘિકારી.જે એસ વાઢેરની સૂચના થી માઈન્સ સુપર વાઈજર જી.કે ચંદારાણા અને મિતેષ ગોજિયા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં ચેકીંગ હાથ ધર્યું હતુ અને ગેર કાયદેસર ચાઈના કલેનું વાહન કરીને નીકળેલા જીજે૧૨ની ઝેડ ૭૦૭૨, જીજે૧૨ એ ઝેડ ૭૨૮૪, અને જીજે૧૨ બી ઝેડ ૫૯૬૯ એમ ત્રણ ટ્રક પકડી પાડી રું ૧ કરોડથી વધુનો માલ સીઝ કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ મથક હવાલે કરવામાં આવ્યા હતા.

