HomeGujaratમોરબીના ચાર વર્ષથી એક જ ટેબલ પર પેધી ગયેલા કર્મચારીની બદલી ક્યારે...

મોરબીના ચાર વર્ષથી એક જ ટેબલ પર પેધી ગયેલા કર્મચારીની બદલી ક્યારે ?

મોરબી જીલ્લા વહીવટી તંત્રની ઢીલી નીતિ કહો કે ઇચ્છશક્તિનો અભાવ જે પણ કારણ હોય પરંતુ મોરબી જીલ્લા કલેકટર કચેરી તેમજ અલગ અલગ મામલતદાર અને પ્રાંત અધિકારી કચેરીમાં લાંબા સમયથી એક જ વિભાગ અને એક જ ટેબલ પર પેધી ગયેલા કર્મચારીની બદલી થઇ રહી નથી તાજેતરમાં ગાંધીનગરથી આવેલા આદેશ પગલે એક બદલીનો ઓર્ડર થયો હતો જોકે મોરબી કલેકટર કચેરીમાં મોટી વગ ધરાવતા એક રાજકીય આગેવાનના ઈશારે અલગ અલગ જગ્યા રાખવાના બદલે માત્ર નામ માત્રની બદલી થઇ હોવાના આક્ષેપો વચ્ચે ઘણા બધા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી જે બાદ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા , જીતુભાઇ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવતા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા દ્વારા બદલી પર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવી હતી

જોકે આ રોક બાદ જીલ્લા કલેકટર દ્વારા બદલી અંગે કોઇ નવો ઓર્ડર કરવા અંગે પ્રકિયા હાથ ધરવામાં આવી નથી તાજેતરમાં ગાંધીનગરથી મહેસુલ વિભાગ દ્વારા આજે જીલ્લા કલેકટરને પત્ર લખી ૪ વર્ષ કે તેથી વધુ સમય સુધી એક જ જગ્યા કે કચેરીમાં ફરજ બજાવતા હોય તેવા નાયબ મામલતદાર,મહેસુલી કારકુન અને મહેસુલી તલાટી મંત્રી વર્ગ ૩ સંવર્ગ કચેરીના તમામ કર્મચારીની બદલી કરવામાં આવી છે તે અંગે પ્રમાણપત્ર મોકલી આપવા સુચના આપવામાં આવી છે હવે મોરબી જીલ્લામાં પ્રશ્ન એ થયો છે કે હજુ સુધી આ અંગેની બદલીનો ઓર્ડર જ નથી થયો તો પ્રમાણપત્ર કેવી રીતે આપશે તેવા સવાલ છે શું પેધી ગયેલા કર્મચારીની બદલી થશે કે કેમ તે જોવાનું રહ્યું ?

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW