HomeGujaratજવાબદાર કોણ ? સીનીયર પત્રકાર નિલેશ પટેલની કલમે

જવાબદાર કોણ ? સીનીયર પત્રકાર નિલેશ પટેલની કલમે

જ્યાંથી આખા દેશમાં કરોડો રૂપિયા માત્ર દાન માટે જાય છે કરોડો રૂપિયા તો માત્ર સરકારી તિજોરી માં ટેક્સ પેટે જાય છે તેવા ઔધોગિક શહેર મોરબીમાં અનેક એવી સમસ્યા આજે પણ છે કે જે ખરેખર વર્ષો પહેલા જ ઉકેલાઈ જવી જોઈતી હતી સમય સાથે મુશ્કેલી ઓછી અને સુવિધા વધવી જોઈએ પરંતુ અહી ઉલટી ગંગા વહી રહી છે ત્યારે એવી કઈ સમસ્યાઓ છે ? અને તેના માટે જવાબદાર કોણ ?એ ખરેખર ચિંતનનો વિષય છે

-અત્યંત કંગાળ કક્ષાના રોડ રસ્તા

-ભૂગર્ભ ગટર શોભાના ગાંઠિયા જેવી-

-જેને જ્યાં મજા આવે દબાણ કરવાની અઘોષિત છૂટ

-આડેધડ બાંધકામ વોંકળા પૂરીને આર્થિક ઉપાર્જન

-રાજકીય હુંસા તુસી,સત્તા માટેના જ દેકારા

-મોરબીવાસીઓની સ્વ કેન્દ્રી વિચારધારા –

-બાંધકામની ગુણવતા કે મંજુરીઓ જોયા વિના મકાન ખરીદવાની વૃતિ

-જેના પર ભવિષ્ય ઘડવાની જવાબદારી છે તેમની જમીન દલાલી

-ભયંકર ટ્રાફિક

આ તો માત્ર યાદ આવી એટલી ગણાવી છે બાકી અઢળક સમસ્યા ઓ છે અને તેના કારણો પણ છે. રાજકીય આગેવાનો તો સતા માટે માત્ર રાજકીય સ્ટંટ જ કરે છે, સામાજિક આગેવાનોને સમાજના નામે પોતાના હિતની જ ચિંતા છે, એનજીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી કરતા વધુ ફોટોસેશન કરવામાં આવે છે, તંત્ર દ્વારા કાગળ પર સાચા રહેવા પુરતી કામગીરી કરવામાં આવે છે

શિક્ષણવિદો અને બુદ્ધિજીવીઓ માવો ચોળતા ચોળતા મોરબીની દુર્દશાના દુખણા રોઈ રહ્યા છે અને લોકો પોતાના નાનકળા હિત માટે ભવિષ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છે, 1800 ફૂટની જગ્યામાં ૯ માળની ઈમારત બે રોકટોક ખડકી દેવાય છે અને નવાઈની વાત એ છે કે આવી ઇમારતો વેચાઈ પણ જાય છે .

કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે બસ આ વાત મોરબી માટે બિલકુલ બંધ બેસતી આવે છે

બસ આ લખવાની માત્ર શરૂઆત છે આવનાર સમય સાથે મોરબીના તમામ નગ્ન સત્ય લોકો સામે મુકવાના જ છે અને આ અરીસા ક્યારેક ને ક્યારેક દરેકને પોતાની નબળાઈઓ અને ખામી પણ દેખાડશે જ જયારે દેખાય ત્યાંરે પાછા વળજો તો જ મોરબી સૌરાષ્ટ્રનું નહી પરંતુ ગુજરાત આખાનું પેરીસ બનશે બાકી હેરાન થાવ ને મજા કરો

જય હિન્દ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW