HomeGujaratમાળિયા મિયાણા તાલુકાના ખીરઇમાં ખેતરમાંથી પાણીના નિકાલ ન થતા ચોમાસુ પાકને થયું...

માળિયા મિયાણા તાલુકાના ખીરઇમાં ખેતરમાંથી પાણીના નિકાલ ન થતા ચોમાસુ પાકને થયું નુકસાન

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની પધરામણી સમયસર અને જરૂરિયાત મુજબ થયો છે.જેના કારણે જિલ્લામાં ચોમાસા પાકનું ચિત્ર ઉજળું બન્યું છે.જોકે આ સારા સમાચાર વચ્ચે માળિયા મિયાણા તાલુકાના ખિરઇ ગામમાં ખેડૂતોની હાલત કફોડી બની છે જેનું કારણ ખેતરમાં ભરાયેલા પાણી છે. ખિરઈ ગામમાં સરકાર દ્વારા રોડ બનાવવામાં આવ્યા હતા જોકે આ રોડનું અયોગ્ય લેવલીંગ તેમજ ખેતરમાં ભરાતા પાણીના નિકાલ માટે જે જગ્યા ન છોડવાના કારણે ખેતર માંથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી જેના કારણે ખેતર પાણીના તલાવડામાં પલટાઈ ગયા છે . વધુ પડતું પાણી મળતા ખેતરનો ઊભો પાક બળી ગયો હોવાનો ઇન્ટર નેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ જિલ્લા કલેકટરને. આવેદન પત્ર આપી તાત્કાલિક આં અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરમાં સરવે કરવામાં આવે અને તેમને વળતર ચૂકવવામાં આવે તેવી માગણી ઉઠી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW