મોરબી માળિયા નેશનલ હાઈવે પર આવેલા માળિયા ફાટક ઓવર બ્રીજ પાસે આવેલા પીક અપ સ્ટેન્ડ પાસે બે શખ્સની હરકત શંકાસ્પદ હોવાની મોરબી એસઓજીની ટીમને બાતમી મળી હતી જેના આધારે એસઓજી પીએસઆઈ અને તેની ટીમે વોચ ગોઠવી હતી અને રાજસ્થાનના બાડમેર જિલ્લા પનલ કી બેરી વિસ્તારના કૈલાશ ગોરખારામ નાઇ, તેમજ બાડમેર જિલ્લાના રામજી કી ગોલ વિસ્તારના રમેશકુમાર મોહનરામ સિયાગને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 7,48,000ની કિમતના 149.60 ગ્રામ હેરોઈન સાથે ઝડપી લીધા હતા. આરોપ પાસેથી 149.60 ગ્રામ હેરોઈન, મોબાઇલ ફોન નંગ-૧ કિં. તથા એક આધારકાર્ડની નકલ .તેમજ બીજા આરોપી પાસેથી રોકડા રૂપીયા 4600 તથા એક ડ્રાઇવીંગ લાયસન્સ નકલ, 2 મોબાઇલ ફોન મળી કુલ રૂ 763 100ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપીની પૂછ પરછ કરતા સંચોર જિલ્લાના દિનેશ બિશ્નોઇનું નામ પણ સામે આવતા પોલીસે તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

