HomeGujaratદુષ્કર્મના ગુનામાં ચરાડવાનો ચકો પોલીસની પકડમાં

દુષ્કર્મના ગુનામાં ચરાડવાનો ચકો પોલીસની પકડમાં

હળવદ વિસ્તારની એક યુવતી ચરાડવા ગામે આરોપીની વાડીએ મજૂરી અર્થે જતી હતી. ત્યારે તેની જાણ બહાર ફોટો પાડીને પતિને તેમને વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ અવાર નવાર આચરવાનું કૃત્ય કર્યું હતું. જે અંગે હળવદ પોલીસ મથકે યુવતીએ આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. જેથી કરીને પોલીસે આરોપીને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામે સુરેશ ઉર્ફે ચકો ગોરધનભાઈની વાડીએ યુવતી મજુરી કામે ગઈ હતી અને તે વેળાએ યુવતીની જાણ બહાર ફોટો પાડીને પતિ તેમજ વાયરલ કરવાની ધમકી આપીને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાની હળવદ પોલીસ મથકે યુવતીએ સુરેશ ઉર્ફે ચકો ગોરધનભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. અને વધુ તપાસ હળવદ પીઆઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW