મોરબી નજીક આવેલા લાલપર ગામ પાસે આવેલા નાસતાની લારી એ સમોસા ખાવા ગયેલા એક યુવક ટેબલ પર બેઠો હતો તે દરમિયાન બે અજાણ્યા શખ્સ ત્યાં આવ્યા હતા તેને દુકાનદાર સાથે સમોસા ઠંડા હોવાનું કહી તેની સાથે બોલાચાલી કર ગાળો આપી હતી જેથી યુવકે લારી વાળા સાથે માથાકૂટ ન કરવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને આ યુવકને તેમજ દુકાનદારને માર માર્યો હતો બનાવ અંગે યુવકને ઢોર માર મારી તેના પર છરી વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી બનાવ અંગે યુવકે ચાર શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં 4 જેટલા શખ્સ દ્વારા બે યુવક સાથે મારામારી કરી હોય તેવું પ્રથમ દ્રષ્ટિ નજરે પડે છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર વિસ્તારમાં આવેલ સિલ્વરપાર્કમાં રહેતા અને ડ્રાઈવિંગ ધંધો કરતો દિનેશ પાલાભાઈ રાઠોડ નામનો યુવક ગત તા 17 ના રોજ બપોરના સમયે લાલપર પાસે આવેલા નાસતાની લારી પાસે નાસ્તો કરતો હતો તે દરમિયાન બે અજાણ્યા શખ્સ આવી પહોચ્યા હતા અને સમોસાનો ઓર્ડર આપ્યો હતો નાસતા વાળા હમીરભાઈ નામની વ્યકિતએ સમોસા ઠંડા હોવાનું કહી આરોપીઓએ તેની સાથે બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યા હતા જેથી દિનેશે ગાળો ન બોલવા સમજાવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેની સાથે પ્રથમ લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ આરોપીઓએ બીજા બે શખ્સને કારમાં બોલાવી લઇ તેની દિનેશભાઈને ઢોર મારમાર્યો હતો તેમજ એક શખ્સે છરી વડે હુમલો કરી દિનેશને ગંભીર ઇંજા પહોચાડી હતી બનાવ બાદ હાજર લોકોએ પ108ને બોલાવતા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે યુવકે ભગીરથસિંહ ચુડાસમાં અને ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
ઘ

