ચોમાસામાં ભેજયુક્ત વાતાવરણના કારણે અલગ અલગ વાહક જન્ય બીમાંરી ઝડપથી પ્રસરતી હોય છે અને આ સિઝનમાં શરદી ઉધરસ જેવી બીમારી થવી સામાન્ય છે પરંતુ હવે આંખના ઇન્ફેકશન લગતા કેસમાં પણ ઉછાળો નોધાયો છે. તબીબી ભાષામાં જેને ક્ન્ઝકટીવાઈટીસ કહે છે. હાલ મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં આ કેસનું પ્રમાણ વધ્યું છે.સામાન્ય દિવસમાં મોરબીની આંખની હોસ્પિટલમાં જ દૈનિક 5 થી 6 આવતા હતા તેમાં અચાનક વધારો નોધાયો છે અને દૈનિક 50થી વધુ કેસ નોધાઇ રહ્યા છે. ભેજ યુક્ત વાતાવરણમાં સૌથી વધુ નાના બાળકો આ બીમારીનો ભોગ બની રહ્યા છે. જોકે બે કે ત્રણ દિવસ સુધી આંખના ઇન્ફેકશન રહે છે બાદમાં ધીમે ધીમે સારવાર મળતા ફરી આંખ સ્વસ્થ થવા લાગે છે સીઝનલ ઇન્ફ્કેશન હોવાથી કોઈ ગંભીર સ્વરૂપ લે તેવું નથી પરંતુ બીમારી નાની હોય કે મોટી કાળજી રાખવી ખાસ જરૂરી છે જેના કારણે શાળાએ જતા બાળકોમાં તેનું ઇન્ફેકશન લાગવાનો ખતરો વધુ છે જેથી બાળકો ઇન્ફેકશનથી બચાવવા જરૂરી સાવચેતી રાખવામાં આવે તે જરૂરી છે
ક્ન્ઝકટીવાઈટીસના લક્ષણ જોઈએતો દર્દી ની આંખ લાલ થવી,આંખના ભાગે ખંજવાળ આવવી,આંખમાંથી સતત પાણી આવવું,આંખમાં દુખાવો થવો,આંખના પોપચાના ભંગ ચોટી જવા અને સોઝો આવવો,ઘણી વખત આંખમાંથી પરું પણ નીકળી શકે છે.
સંક્રમિત વ્યક્તિએ આંખમાં ચશ્માં પહેરી રાખવા,આંખમાંથી નીકળતું પાણી સાફ આંખમાંથી કરવાના બદલે જયારે વ્હીના આંખ સુધી આવે ત્યારે સ્વસ્થ ટીસ્યુ કે રૂમાંલથી સાફ કરવું ,ચેપી વ્યક્તિનો રૂમાલ અલગ રાખવો અને તેનો કોઈ બીજ વ્યક્તિ ઉપયોગ ન કરે તેની ખાસ કાળજી રાખવી, ચેપગ્રસ્ત દર્દીના હાથ વારવાર ધુઓ,આંખની ગરમ પાણીથી સફાઈ કરવી, ચેપી બાળકોની સારવાર કરતા વાલીઓએ પણ વારંવાર હાથ ધોવા તેમજ બાળક બીજા કોઈ વસ્તુના કે બાળકોના સંપર્કમાં ન આવે તેની કાળજી રાખવી જેવા લક્ષણ જણાય કે તુરત આંખના ડોક્ટરને બતાવવું અને તેમની સલાહ મુજ્બ જે પણ સારવાર કરવાનું કહે તે મુજબ સારવાર કરવા સંક્રમણ ફેલાતું અટકાવવા આટલું ન કરો વારવાર આંખને હાથ અડાડવાનું તેમજ આંખ ચોડવાનું ટાળો,લોકો સાથે શક્ય હોયતો હાથ મિલાવવાનું ટાળો તેમજ સંક્રમિત વ્યક્તિ દ્વારા સ્પર્શ કરેલી વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળો,પ્રિસ્ક્રીપ્શન વિના આઈ ડ્રોપ, લેવાનું ટાળો,સંક્રમિત બાળક સ્વસ્થ ન થાય ત્યાં સુધી બહાર ન નીકળે તેમજ બીજા બાળકોના સંપર્કમાં ન આવે તે કાળજી રાખો

