HomeGujaratમોરબીના ભડિયાદ નજીક રેલ્વે હળફેટે ચઢી જતા યુવકનું મોત

મોરબીના ભડિયાદ નજીક રેલ્વે હળફેટે ચઢી જતા યુવકનું મોત

મોરબીના સામાકાઠા વિસ્તારમાં આવેલા જુના રફાળેશ્વર રોડ પર ભડિયાદ કાંટાથી રફાળેશ્વર વચ્ચે આવેલા મીલેનીય સિરામિક પાસે ગત શનિવારે રાત્રે 12 વાગ્યા ની આસપાસ એક યુવક ટ્રેન નીચે કચડાઈ જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટના બાદ તેના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ની ટીમ હોસ્પિટલ દોડી જઈ એડી નોધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતકનું નામ બાબુભાઇ સપ્પાભાઇ મસાર અને હાલ મોરબીના ઘુંટું રોડ આઇ.ટી.આઇ.ની સામે પાણીના ટાંકાથી આગળ મુકેશભાઇ પટેલની વાડીએ રહેતા હોવાનું અને મૂળ એમપીના જાંબુવા જિલ્લાના ધરમપુરી ના વતની હોવાનું સામે આવ્યું હતું . યુવક રાત્રીના સમયે ત્યાં કેવી રીતે પહોચ્યો તેમજ ટ્રેન નીચે અકસ્માતે મોત થયું કે આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW