મોરબી શહેરના મોટા ભાગના માર્ગો પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે જોકે કેટલાક વિસ્તાર તો એવા થઇ ગયા છે કે જ્યાં વાહન લઈને નીકળવું એટલે અકસ્માત થવાનું સૌથી વધુ જોખમ રહે છે.પાલિકાના રોડ પર પડેલા આ ખાડા કોઈનો જીવ લઇ લે તો પણ પાલિકાના પેટનું પાણી હલે તેમ નથી
મોરબીના સામા કાઠા વિસ્તારમાં પણ આવો જ એક રસ્તો લોકોનો જીવ લેવા તૈયાર બેઠો હોય તેમ લાગી રહ્યું છે શહેરના એલ ઈ કોલેજ રોડ પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ સામે રસ્તો અત્યંત જર્જરિત હાલતમાં થઇ ગયો છે અહી અવાર નવાર પાણીની લાઈન લીકેજ થવાના કારણે રોડ પર પાણી ભરાયા બાદ રોડ પર ખાડા પડી રહ્યા છે આટલું ઓછું હોય તેમ આ સ્થળે એક રોડ પર ખાડો પડી ગયો છે. અહીંથી દરરોજ હજારો બાઈક અને કાર સહિતના વાહનો માટે આ ખાડો જોખમી બન્યો છે કારણ કે રાત્રીના સમયે અહી સ્ટ્રીટલાઈટ પણ બંધ હાલતમાં રહે છે જેના કારણે અકસ્માતનું જોખમ વધ્યું છે. આવનાર સમયમાં આ ખાડાથી કોઈ ગંભીર અકસ્માત થાય તે પહેલા તેને રીપેર કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે

