HomeGujaratનવલખી પોર્ટમાં ક્રેન ચલાવવા કેમ નથી આવતા તેમ કહી ઝીંઝુડા ગામના...

નવલખી પોર્ટમાં ક્રેન ચલાવવા કેમ નથી આવતા તેમ કહી ઝીંઝુડા ગામના બે ભાઈઓ પર ચાર શખ્સનો હુમલો

મોરબી તાલુકાના ઝીઝુડા ગામમાં રહેતા અને નવલખી પોર્ટમાં ક્રેઇન ચલાવવાનું કામ કરતા ઇમરાનભાઇ નુરમામદભાઇ નોબે નામના યુવાન તેના ઘર પાસે હતો તે દરમીયાન 4 જેટલા શખ્સ તેના ઘરે આવ્યા હતા. ઇમરાનભાઈ તેમજ તેના ભાઈ અકરમને નવલખી બંદર ખાતે તેમના ચાલતા કોન્ટ્રાકટમા કેમ ક્રેઇન ચાલવવાઆવતા નથી અને બીજાના કોન્ટ્રાકટમા કેમ ક્રેઇન ચલાવવા જાવ છો તેમ કહેતા ફરીયાદી ઈમરાને જણાવ્યું હતું કે તેઓ જ્યાં રોકડો પગાર આપે ત્યા ડ્રાઇવીંગ કરવા જવાનુ કહેતા આ કામના ચારેય આરોપીઓ એકદમ ઉશકેરાઇ ગયા હતા અને બન્નેને ભાઈઓને ભુડાબોલી ગાળો આપતા આરોપીઓને ગાળો આપવાની ના પાડતા તેઓએ બોલાચાલી ઝઘડો કરી ઇમરાન ભાઈ તેમજ અકરમ પર 4 શખ્સે હુમલો કરી એ લોખડના પાઇપ વડે તેમજ ઢીકાપાટુ વડે મુઢમાર મારી ઇજા પહોચાડી હતી તેમજ બન્નેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે ઈમરાને તેના જ ગામના (૧) જાવેદબાપુ (૨) સાદીકબાપુ(૩) બચુબાપુ(૪) અજરૂદીનબાપુ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW