મોરબી તાલુકના અણીયારી ગામના મહીલા સરપંચ કંચનબેન દુર્લભજીભાઈ વરસડાને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગામમાં જિલ્લા પંચાયતમાં મંજુર થયેલા 11 કામમાંથી માત્ર 3 વિકાસ કામ કરવા તેમજ તાજેતરમાં ગામમાં મંજુર થયેલા 100 ચોરસવાર પ્લોટ ફાળવણીની સનદમાં સહી કરવાની મનાઈ કરવા મુદે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગામમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને અણીયારી ગામના લોકો આજે જિલ્લા પંચાયત કચેરીએ આવી પહોચ્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ આદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ મુદે આવેદનપત્ર આપી તેમનું સસ્પેન્સ ઓર્ડર પાછો ખેચવા માંગ કરી હતી
જિલ્લા પંચાયતે અરજી કરવા આવેલા અરજદારો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ગામના સરપંચ સમરસતાથી સર્વસંમતીથી બનેલા છે તેઓ દ્વારા ગામની તમામ જ્ઞાતિઓને વિકાસ કામ કરતા હોવાનો દાવો કર્યો હતો તો વિકાસ કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત તેઓએ 100 ચોરસ વાર પ્લોટની સનદ પર સહી ન કરવા મુદે બચાવ કરતા જણાવ્યું હતું કે હાલ માત્ર ત્રણ પ્લોટ જ ફાડવવાંથી ગામમાં વાતાવરણ બગડે તેવી સ્થિતિ છે જેથી આગામી દીવસોમાં તેમનું આયોજન ગ્રામ્ય વિસ્તારમાં દબાણ દુર કરી વધુ પ્લોટ ફાળવણી કરવાનું છે અને તે જ કારણે આ સનદ પર સહી કરી ન હતી
આ અંગે હાલ ડીડીઓએ આવેદનપત્ર સ્વીકારી તેમની માંગણી મુદે ન્યાયિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી

