HomeGujaratમોરબીમાં યુવતીનો ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ઘટનામાં 4 આરોપીની ધરપકડ

મોરબીમાં યુવતીનો ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ઘટનામાં 4 આરોપીની ધરપકડ

મોરબી શહેરમાં રહેતી મૂળ હળવદ પંથકની એક યુવતીનો પોલીસ કર્મીએ તેના અન્દ્વાય એક સાથીની મદદથી ન્યુડ વિડીયો ઉતારી લઇ બદનામ કરવાના ઈરાદે સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો આ ઘટનામાં યુવતીએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે કોન્સ્ટેબલ હરેશ ઘનશ્યામ ચૌહાણ રહે હળવદ તેના સાથી સંદીપ વાસુદેવ હડીયલ રહે ચરાડવા, તેમજ બીજા શખ્સ ઉમેશ ઘનશ્યામ સોનગરા રહે ચરાડવા તેમજ મેહુલ ઘનશ્યામ મકવાણા રહે સાપકડા ને ઝડપી લીધા હતા. તમામ આરોપીઓ દ્વારા યુવતીનો વિડીયો બનાવી સોશ્યલ વાયરલ કરવામાં આવ્યો હોવાનું તપાસ માં સામે આવ્યું છે બનાવ અંગે હાલ પોલીસે તમામને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW