મોરબી એલસીબીની ટીમે હળવદ નજીક ધનાળા ગામની સીમમાં ટ્રકમાંથી લોખંડના સળિયાનીચોરી કરી બારોબાર વેચી નાખવાના કારસ્તાન પકડી પડ્યું હતું આ બનાવમાં જીજે 12 બીવાય 2094 નંબરના ટ્રકના માલિક ચેતનકુમાર જગદીશભાઇ પટેલે ડ્રાઈવર સ્વરૂપારામ અમરારામ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમની માલીકીના ટ્રક ટ્રેઇલર નંબર-GJ-12-BY-
2094 માં સામખીયારી ખાતે આવેલ ઇલેકટ્રોથર્મ ઇન્ડીયા લીમીટેડ નામના કારખાનામાંથી અલગ અલગ સાઇઝના લોખંડના સીલ બંધ સળીયા ૩૯.૪૨૦ મેટ્રીક ટન કી.રૂ.૨૦,૩૯,૫૩૧/- નો માલ ભરાવી સામખીયારીથી સુરત સંગીની એસોસીએટ કારખાનામાં ખાલી કરવા રવાના કરી હતી જેમાં આરોપી ટ્રક ટ્રેઇલરના ડ્રાઇવરે નિયત જગ્યાએ માલ નહી પહોચાડી અને રસ્તામાં પોતાના અંગત આર્થીક ફાયદા સારૂ ટ્રેઇલરમાં ભરેલ લોખંડના સીલ બંધ સળીયાના બન્ડલમાંથી લોખંડના સળીયાની ભારીઓ નંગ-૦૨ જેનો વજન આશરે ૧૫૦ કીલો કી.રૂ. ૮,૨૫૦/- ના સળીયા કાઢી આર્થીક લાભ મેળવી તેમની માલિકીના તમામ સળીયા ભરેલ ટ્રકને નિયત જગ્યાએ નહી પહોચાડી તેમની સાથે તેમજ માલ મંગાવનાર પાર્ટી સાથે વિશ્ર્વાસઘાત કર્યો હોય આ અંગે તેઓને જાણ થતા તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

