સી પરમાર ગત ૩૦ જૂનના રોજ નિવૃત થતાં તેમના સ્થળે હળવદના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યને શહેરી વિકાસ વિભાગ દ્વારા ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળ્યો હતો ત્યારે આગામી દિવસોમાં તેઓનું શું આયોજન છે તેઓ કઈ કામગીરીને વધુ પ્રાથમિકતા આપી તેમના પર કામગિરી કરવા માગે છે તે અંગે અમારી ટીમ સીધા સવાલ કરવામાં આવ્યા હતા જેનો ચીફ ઓફિસર આચાર્યએ જવાબ આપ્યા હતા
મોરબી પાલિકા ચીફ ઓફિસર તરીકે તમને ચાર્જ સોંપવામાં આવ્યો છે ત્યારે આપની ક્યા કામને લઇ પ્રાથમિકતા છે?
પાલિકાના ચીફ ઓફિસર તરીકેનો મને અનુભવ નથી પરંતુ હાલ વિવિધ વિભાગ સાથે ચર્ચા કરીએ છીએ. હાલ પાલિકા પાસે ભંડોળ ઓછું છે જેથી જેટલું ભંડોળ છે તેનો કરકસર પૂર્વક ઉપયોગ કરી સારું કામ કરવાનો છે
શહેરમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરવાની સમસ્યા મુદ્દે શું પ્લાનિંગ છે?
મોરબીમાં જે જે વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા સામે આવી છે તેવા વિસ્તારમાં ક્યા કારણોસર પાણી ભરાઈ છે તેની તપાસ કરવામાં આવશે અને તે આગામી દિવસોમાં ન ભરાય તે માટેનું આયોજન કરવામાં આવશે
શહેરની સફાઈ અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો મુદ્દે શું પ્લાનિંગ છે
મોરબીના મુખ્ય માર્ગો અને ચોક વિસ્તારમા પાણીના નિકાલ કરવાની સાથે સાથે કચરાના નિકાલ માટે પાલિકાના સેનીટેશન વિભાગ સાથે ચર્ચા કરી તેમજ સ્ટ્રીટ લાઈટના પણ જે વિસ્તારમા પ્રશ્ન સામે આવશે તેનો ઉકેલ લાવવામાં આવશે.

