દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવકના મોતના જવાબદાર કોણ? ૪૮ કલાક બાદ પણ તંત્રને ખબર જ નથી
મોરબી માળિયા નેશનલ હાઇવે પર ગાળા ગામના પાટિયા પાસેના કૈલાસ કોમ્પલેક્ષમાં આવેલી હાર્ડવેર દુકાનમાં સોમવારે વહેલી સવારે ગેસ સિલિન્ડર લીકેજ થતાં બ્લાસ્ટ સાથે અચાનક આગ ફાટી નીકળી હતી જેના કારણે હાર્ડવેર દુકાનની સાથે સાથે મોબાઇલ શોપ, કરિયાણા ઇલેક્ટ્રિક સહિતની ૬ થી વધુ દુકાન સડગી ઉઠી હતી જેમાં લાખોનો માલ સામાન બડી ગયો હતો આં ઉપરાંત રસ્તા પર ચાલીને જતાં સલમાન ખાન ચાંદખાન નામના યુવકને ગંભીર હાલતમાં હોસ્પટલમાં ખસેડાયો જોકે તેનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. વહેલી સવારે બનેલી આ ઘટનામાં ગેસના સિલિન્ડર જીવતા બોમ્બ જેમ ફૂટ્યા હતા અને વિકરાળ આગ લાગી હતી.આગ એટલી હદે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કે ખુદ ફાયર વિભાગની ટીમને પણ તેના પર કાબૂ મેળવવાના ૭ થી૮ કલાક સુધી જહેમત ઉઠાવવી પડી હતી.

બીજી તરફ ૨૪ કલાક સુધી યુવકનું મોત થયું છે તે અંગેની પણ કોઈ જાણકારી જ ન હતી.અને સબ સલામત હોવાના દાવા કરવામાં આવ્યા હતા જોકે મોડે મોડે આં દાવો પણ ખોટો સાબિત થાય હતા.
જોકે આ અંગેની જાણ થયા બાદ માત્ર અકસ્માત મોત એડી નોધ કરી હાથ ખંખેરી લેવાયા હોય તેમ દુર્ઘટના ઘટ્યા બાદ ૪૮ કલાક બાદ પણ પોલીસ કે પુરવઠા વિભાગને કોઈ જવાબદાર કોણ છે તે પણ ખબર નથી
બનાવ બાદ તાલુકા પોલીસ ની ટીમ એફ એસ એલની મદદ લેવામાં આવી રહી છે એફ એસ એલ દ્વારા આજે દુર્ઘટના સ્થળે થી નમૂના લેવામાં આવ્યા છે.આગામી દિવસોમાં તેના રિપોર્ટ આધારે કાર્યવાહી કરવાના પોલીસ દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે.કોઈ પણ અક્સ્માત બાદ જેમ રાબેતા મુજબ તપાસ ચાલી થઈ હોવાના દાવા થઈ રહ્યા છે જોકે આ દુર્ઘટનાના જવાબદાર લોકો ક્યારે પકડાશે અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે થશે તે એક સવાલ છે

