ટંકારા તાલુકાના જબલપુર ગામના વતની પ્રવીણભાઈ ભીમજીભાઈ પરમારના માતા પામીબેંન ભીમજીભાઈ પરમારના નામે આવેલ જમીન ખાતા નંબર ૪૨૩ થી સ.ન.૧૧૯/૧૧ પૈ ૯/પૈકી ૨ જમીન હેક્ટર ૨-૦૨-૩૪ ચો.મી. ખેતીની જમીન સાંથણીમાં અપાયેલ હોય આં જમીન જમીનના માલિક વેચવા માગતા હોય અને તેના દસ્તાવેજની કામગીરી માટે જમીનના કબ્જા સોપણી અંગેન પંચરોજકામની ખરી નકલ માટે તાલુકા પંચાયતના અરજી કરી હતી પરંતું તે કચેરીમાં થી ન મળતા એક વચેટિયા મહેશભાઈ અવચરભાઈ ગોપાણીએ રું.૧.૧૧લાખ જેટલી રકમ લઇ પ્રવિણભાઇ આપી હતી આં અંગે મહેશભાઇ વિડિયો ઉતારી સમગ્ર કૌભાંડ નો પર્દાફાશ કર્યો હતો
આં પ્રકરણમાં ટંકારા તાલુકના ઇન્ચાર્જ મામલતદાર કે ડી બુસા એ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના પોલીસે આરોપી મહેશ અવચર ગોપાણી રહે કલ્યાણપુર તા. ટંકારા વાળા વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬,૪૨૦ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જોકે ફરિયાદ નોંધાઈ ત્યારથી આરોપી ફરાર હોય અને ધરપકડથી બચવા આરોપી મહેશ ગોપાણીએ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેમાં બંને પક્ષની દલીલો સાંભળી કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી રદ કરી હતી.

