મોરબીના લોહાણા પરા વિસ્તારમાં આવેલ દુકાનમાંથી પોલીસે 11 ડબ્બા અખાદ્ય ગોળ તેમજ 6.5 કિલો ઇસ્ટનો જથ્થો પકડી પાડ્યો હતો. આરોપી દુકાનદારને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે
મોરબી શહેરના લોહાણાપરા શેરી વિસ્તારમાં એક દુકાનમાં મોટા પાયે અખાદ્ય ગોળ અને ઇસ્ટનો જથ્થો પડ્યો હોવાની એ ડીવીઝન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી બાતમી આધારે એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પી બી ઝાલા કોન્સ્ટેબલ જયદીપ દેવસુર અને અશોકભાઈ વાઘેલા બાતમી વાળી જગાએ દોડી ગયા હતા અને લોહાણા પરા શેરીમાં આવેલ દુકાનમાં દરોડો પાડ્યો હતો જાય તપાસ કરતા દુકાનમાંથી અત્યંત ખરાબ ગંધ વાળા અખાદ્ય ગોળના 11 ડબ્બા જેનો કુલ જથ્થો ૨૫ કિલો આસપાસ હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત દુકાનમાં રહેલા ફ્રીજ માંથી 500 ગ્રામનો એક એવા 11 ડબ્બા અંદાજીત 6.5 કિલો પ્રેસ્ટીજ બ્રાંડનો ઇસ્ટનો જથ્થો પકડી પાડ્યો હતો દુકાનની તલાસી દરમિયાન દુકાનમાં રાજેશ ધીરજલાલ મીરાણી મળી આવતા તેની પૂછપરછ કરતા તમામ મુદામાલ તેનો હોવાનું જણાવતા પોલીસે આ ખાદ્ય ગોળ અને ઇસ્ટ સહિતનો મુદામાલ જપ્ત કરી વેપારી રાજેશ મીરાણીને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધીકાંયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

